Homeસ્પેશિયલ ફિચર્સકડક, મીઠ્ઠી ચાય બનાવતી વખતે તમે પણ આ ભૂલો તો નથી કરતાં...

કડક, મીઠ્ઠી ચાય બનાવતી વખતે તમે પણ આ ભૂલો તો નથી કરતાં ને?

આપણા ભારતમાં ભાગ્યે જ કોઈ એવું ઘર હશે કે જ્યાં ચાય ના બનતી હોય. ઘણા લોકો તો એવા પણ હોય છે કે જેઓ તેમના દિવસની શરુઆત જ બેડ ટી પીને કરતાં હોય છે… ભારતની વાત કરીએ તો દેશમાં ચાય એ પાણી પછી સૌથી વધુ પીવામાં આવતું પીણું છે.
અદરક, કાળા મરી, તુલસી અને ઈલાયચીના ફલેવરવાળી ચાય જીભનો સ્વાદ સુધારવાની સાથે સાથે દિવસ પણ બનાવી દે છે. દૂધ અને સાકરનું વધારે પડતું સેવન આરોગ્ય માટે જોખમી છે, પરંતુ ઘણી વખત આપણે આ આપણી આ વહાલી ચાય બનાવતી કેટલીકે એવી ભૂલ કરી નાખતા હોઈએ છીએ કે જે આપણા આરોગ્ય પર વિપરીત અસર કરે છે. આવો જોઈએ કે કઈ એવી ભૂલ છે જે તમે ચાય બનાવતી વખતે કરો છો-
કેટલાક લોકોને ચાય બનાવવાનો ખૂબ જ શોખ હોય છે, પરંતુ આપણે ચાય બનાવતી વખતે એવી ભૂલ કરી બેસીએ છીએ કે જે યોગ્ય નથી. ઘણા લોકો સૌથી પહેલાં દૂધ ઉકાળી લે છે અને દૂધ ઉકળે એ પછી જ તેમાં પાણી, સાકર અને ચાયની ભૂક્કી મિક્સ કરે છે, આ સદંતર ખોટું છે. તો વળી કેટલાક લોકોને કડક ચાય પીવાની તલબ હોય છે, જેને કારણે ચાયને હદથી વધારે ઉકાળે છે, જે આરોગ્ય માટે નુકસાનકારક છે.
આ સિવાય જો તમે પણ ચાયની બધી સામગ્રી એક સાથે નાખીને તેને લાંબા સમય સુધી ઉકાળો છો કો તેને કારણે એસિડિટી થવાની શક્યતા વધી જાય છે. આ સિવાય જે લોકો ચાયમાં વધારે સાકર મિક્સ ઉમેરે છે, તેમનું બ્લડ શુગર લેવર વધી જાય છે, એ લોકોને આગળ વધીને મેદસ્વિતા અને ડાયાબિટીઝનું કારણ બની શકે છે.
જો આ બધી ચાય બનાવવાની ખોટી રીત છે તો આખરે ચાય બનાવવાની સાચી રીત શું છે? બ્રિટીશ સ્ટાન્ડર્ડ ઈન્સ્ટિટ્યૂશનના મતે ચાય બનાવવા માટે બે અલગ અલગ વાસણમાં એક વાસણમાં દૂધ અને પાણીને ઉકાળવા રાખો. દૂધને થોડી થોડી વારે ચમચાની મદદથી હલાવતા રહો. હવે ઉકળતા પાણીમાં ચાયની ભૂક્કી અને સાકર ઉમેરો. બંને વસ્તુઓ ઉકળવા લાગે એટલે ચાયવાળું પાણી અને ઉકળી રહેલું દૂધ એક વાસણમાં ઉમેરીને થોડીવાર ઉકાળી લો. હવે ગેસ પરની ચાયને ગળણીની મદદથી ચાળી લો અને તૈયાર છે ગરમાગરમ કડક મીઠ્ઠી ચાય…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular