કોવિડનો સામનો કરવા મુંબઈ મનપા સજ્જ બહાર પાડી ગાઈડલાઈન

184

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ચીન સહિતના દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કેન્દ્ર સરકાર પણ ભારતમાં કોવિડ મહામારી ફરી ફેલાય નહીં તે માટે સતર્ક થઈ ગઈ છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ ફરી એક વખત કોરોનાને મુંબઈમાં ફેલાતો રોકવા માટે સજ્જ થઈ ગઈ છે. કોરોનાની ટેસ્ટિંગ વધારવાથી લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવા અને બૂસ્ટર ડોઝ પર ભાર આપવાનો નિર્ણય લીધો છે.મુંબઈ મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ મુંબઈમાં કોરોનાનો ચેપ ફેલાય નહીં તે માટે લોકોને કોરોનાને લગતા નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સાથે જ લોકોમાં જનજાગૃતિ લાવવામાં આવવાની છે.પાલિકાએ કોરોનાના દર્દી પર નજર રાખવાની સાથે જ ફરી એક વખત કોન્ટેક્ટ ટ્રેસિંગ અને નિયમિત આરટી-પીસીઆર ટેસ્ટિંગ પર ભાર આપવાની છે. કોરોના દર્દી તેમ જ મદદની આવશ્યકતા હોય તેમની સાથે વોર્ડ વોર રૂમમાંથી સતત વાર્તાલાપ કરવામાં આવશે. એ સાથે જ પાલિકાએ ફરી એક વખત વૅક્સિનેશન ડ્રાઈવ પર ધ્યાન કેન્દ્રિત કરવાની છે.

પાલિકાએ કોવિડના દર્દીઓની સંખ્યા વધે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડે તો તે માટે હૉસ્પિટલો પણ એલર્ટ મોડ પર રાખી દીધી છે. હૉસ્પિટલમાં દવા, ઑક્સિજનની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
કેન્દ્ર તરફથી આવેલી ગાઈડલાઈન મુજબ મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર બે ટકા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આરટી-પીસીઆર માટે નમૂના લેવાનું ચાલુ કરી દીધું છે. કોરોના પોઝિટિવ કેસના જીનોમ સિક્વેન્સિંગ ટેસ્ટ કરવા માટે પુણેની એનઆઈવી લેબોરેટરીમાં મોકલવાનો નિર્ણય લીધો છે.મુંબઈ મહાનગરપાલિકાની બે હૉસ્પિટલમાં હાલ કોવિડના દર્દી પર સારવાર કરવામાં આવી રહી છે, જેમાં સેવન હિલ્સ અને કસ્તુરબા હૉસ્પિટલનો સમાવેશ થાય છે, જ્યારે સરકારી હૉસ્પિટલ કામા, સેંટ જ્યોર્જ હોસ્પિટલ, ટાટા હોસ્પિટલ, જગજીવન રામ હૉસ્પિટલ સહિત ૨૬
ખાનગી હૉસ્પિટલમાં પણ પલંગ તૈયાર રાખવામાં આવ્યા છે. આ તમામ હૉસ્પિટમાં કોવિડના દર્દીના એડમિશનલ વોર્ડ વોર રૂમ મારફત કરવામાં આવશે. વોર્ડ વોર રૂમ અઠવાડિયાના સાતે દિવસ ૨૪ કલાક ચાલુ રહશે.
પાલિકાએ ઑક્સિજનનો પણ પૂરતો સ્ટોક કરી લીધો હોવાનો દાવો કર્યો છે. પાલિકાના કહેવા મુજબ લિક્વિડ મેડિકલ ઑક્સિજન, દુરા સિલિન્ડર અને પીએસએ ટેન્ક તૈયાર રાખવામાં આવી છે.
પાલિકા વૅક્સિનેશન પર ભાર આપી રહી છે, જે લોકોએ હજી સુધી બૂસ્ટર ડોઝ લીધા નથી. તેમને બૂસ્ટર ડોઝ લઈ લેવાની અપીલ કરી છે. લોકોને સાર્વજનિક ઠેકાણે માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા, તાવ, શરદી અને ઉધરસ જેવાં લક્ષણો જણાય તો ક્વોરન્ટાઈન થઈ જવા, સિનિયર સિટિઝન અને ડાયાબિટીઝ અને હાઈબ્લડ પ્રેશર જેવા દર્દીઓની યોગ્ય કાળજી લેવા જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!