મુંબઈઃ ચીનમાં વધી રહેલાં કોરોનાના દર્દીઓની સંખ્યા બાદ કેન્દ્ર સરકારે તકેદારીના પગલાં લેવાનું શરું કરી દીધું છે અને આ જ સંદર્ભમાં આજે વરિષ્ઠ અધિકારીઓ અને કેન્દ્રિય આરોગ્ય ખાતાના પ્રધાને રિવ્યુ મીટિંગ બોલાવી હતી.
આ બેઠકમાં ચીનમાં વધી રહેલાં દર્દીઓની સંખ્યા વિશે ચર્ચા કરવામાં આવી અને ભારતમાં હાલની પરિસ્થિતનો અભ્યાસ કરવામાં આવ્યો. દરમિયાન દુનિયાભરના અનેક દેશમાં વધતાં જતાં કોરોનાના દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં લઈને આજથી ભારતમાં દાખલ થનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની રેન્ડમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે, એવી માહિતી આરોગ્ય મંત્રાલયના સૂત્રો દ્વારા આપવામાં આવી છે.
દરમિયાન ચીનમાં વધતા દર્દીઓની કોવિશિલ્ડ રસીનું નિર્માણ કરનારા અદર પુનાવાલાએ ટ્વીટ કરતાં જણાવ્યું છે કે ચીનમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે, પણ કોરોના માટે ભારતમાં કરવામાં આવેલું વેક્સિનેશન અને ટ્રેક રેકોર્ડને ધ્યાનમાં લેતાં વધતા દર્દીઓની સંખ્યાથી ભારતીયોએએ જરા પણ ગભરાવવાની જરુર નથી. પણ કેન્દ્ર સરકારે નક્કી કરેલી માર્ગદર્શિકા પર વિશ્વાસ રાખીને તેનું પાલન કરવું જોઈએ.
The news of rising COVID cases coming out of China is concerning, we need not panic given our excellent vaccination coverage and track record. We must continue to trust and follow the guidelines set by the Government of India and @MoHFW_INDIA.
— Adar Poonawalla (@adarpoonawalla) December 21, 2022