Homeલાડકીકોરોના લોકડાઉનથી રોજગારી છીનવાઇ: ગોરખપુરની મોડલ બની મોડલ ચાયવાલી

કોરોના લોકડાઉનથી રોજગારી છીનવાઇ: ગોરખપુરની મોડલ બની મોડલ ચાયવાલી

ફોકસ-મેધા રાજ્યગુરુ

ખંત અને ઇમાનદારી કોઇને ભૂખ્યું રાખતું નથી. કામ નાનું હોય કે મોટું પણ સફળતા ઝાઝી દૂર રહેતી નથી. કોરોના કાળમાં સતત લોકડાઉનથી મોટાભાગના ધંધા રોજગાર ઠપ્પ થતા લાખો લોકોની રોજગારી છીનવાઇ ગઇ અને વેપારી તથા વ્યવસાયકારો પણ પાયમાલ થઇ ગયાં હતા. પરંતુ આવા કપરાં કાળમાં પણ જો મન મજબૂત અને વિકલ્પ શોધવાની સૂઝ હોય તો સંકટને આસાનીથી પાર પાડી શકાય છે. ગોરખપુરની મોડલને પણ કોરોના કાળનું લોકડાઉન એવું નડ્યું કે પેટીયું છીનવાઇ ગયું પરંતુ એ હિંમત ન હારી કામ કોઇ નાનું કે મોટું નહીં પણ એ કામ જ હોય છે એવી વિચારસરણીએ એને મોડલ ચાયવાલી બનાવી દીધી અને નવરાં કરતા બજાર ભલુ ની જેમ રોજગારી ચાલુ
રહી છે.
સન ૨૦૧૮માં મિસ ગોરખપુર બનેલી સિમરન ગુપ્તા પણ કામ ને નાનું કે મોટું માનતી નથી તેણે ખંત અને ઇમાનદારી સાથે નાતો બાંધ્યો અને આજે એની સફળતાએ તેને બે પૈસા કમાતી કરી છે. સિમરને દિલ્હી અને જયપુર જેવા મોટા શહેરોમાં મોડલિંગ પણ કર્યું હતું. પણ કોવિડના લોકડાઉનના કારણે કામ બંધ થઈ ગયા
ઑપછી સિમરને પરિવાર ચલાવવા માટે ‘મોડલ ચાયવાલી’ નામની પોતાની ચાની દુકાન શરૂ કરી હતી. આજે ચાની દુકાનથી સારી કમાણી
કરી પોતાના પરિવારનું આસાનીથી ગુજરાન ચલાવે છે.
ગોરખપુરના સૂરજકુંડ વિસ્તારની રહેવાસી ૨૪ વર્ષીય સિમરન ગુપ્તાએ પોતાનું પ્રાથમિક શિક્ષણ ગોરખપુરમાં જ પૂરું કર્યું હતું. આ
પછી તેણે ગોરખપુર વર્લ્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. બાળપણથી જ મોડલ બનવા માંગતી હતી.
જ્યારે આ વાત સિમરને તેના પિતાને કહી તો તેમણે પુત્રીને ઇચ્છાને તોડી નાંખવાને બદલે ટેકો આપ્યો હતો અને અભ્યાસની સાથે તેણે મોડેલિંગની તૈયારી પણ શરૂ કરી હતી. આ દરમિયાન સિમરને વર્ષ ૨૦૧૮માં મિસ ગોરખપુરનો ખિતાબ જીત્યો હતો.
મોડલ ચાયવાલીનો વિચાર કેવી રીતે આવ્યો તેના વિશે વાત કરતાં સિમરને જણાવ્યું કે મિસ ગોરખપુર બન્યા પછી મારું મનોબળ ઘણું વધી ગયું. ત્યાર બાદ હું દિલ્હી આવી અને મને મોડલિંગની ઑફર્સ મળવા લાગી. મેં કેટલીક એડ્સમાં પણ કામ કર્યું. આ દરમિયાન મારી કરિયર ખૂબ સારી રીતે ચાલી રહી હતી. આ દરમિયાન કોરોના કાળ આવ્યો. જેમા લોકડાઉનને કારણે દરેક વ્યવસાયના લોકો પ્રભાવિત થયા ત્યારે મારું કામ પણ અટકી ગયું. જેના કારણે મને મારા વતન ગોરખપુર પરત ફરવાની
ફરજ પડી.
તેમણે આગળ વાત કરતા વધુમાં જણાવ્યું કે લોકડાઉનને કારણે ઘરે પરત ફર્યા પછી મારી પાસે કોઈ કામ નહોતું. હું ઘરમાં એકલી કમાનાર હતી. મારો એક ભાઈ છે જે વિકલાંગ છે. આવી સ્થિતિમાં હું ખૂબ જ પરેશાન થવા લાગી. આ દરમિયાન મને વીજળી વિભાગમાં નોકરી મળી. પહેલા કેટલાક મહિના બધુ બરાબર હતું, પણ પછી પગાર મળવામાં મુશ્કેલી આવી. પગાર સમયસર મળતો ન હતો. આવી સ્થિતિમાં મેં વિચાર્યું કે હું માત્ર પૈસા માટે નોકરી કરું છું અને મને સમયસર પૈસા ન મળે તો પછી આવી નોકરીનો અર્થ શું છે.
એ પછી મેં એ નોકરી છોડી દીધી. ત્યાર બાદ એમબીએ ચાવાળા પ્રફુલ બિલોર અને પટના સ્થિત ગ્રેજ્યુએટ ચાવાલી પ્રિયંકા ગુપ્તાથી પ્રેરિત
થઈને મેં ચાની દુકાન ખોલવાનું નક્કી કર્યું.
જ્યારે મેં મારા પિતાને આ વાત કહી તો
તેમણે કહ્યું કે દીકરા તને ગમે તે કર હું હંમેશા તારી પડખે ઊભો રહીશ. તે પછી મેં મોડલ ચાયવાલી નામે મારો પોતાનો ચાનો સ્ટોલ
શરૂ કર્યો.
સિમરનને આર્થિક સંકટનો પણ સામનો
કરવો પડ્યો હતો. મુશ્કેલ પરિસ્થિતિઓ
વચ્ચે પણ મજબૂત ઈરાદા સાથે તેણે પોતાના સપનાને બાજુ પર ન રાખ્યું, પરંતુ પોતાના
માટે નોકરી બનાવી. પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેણે દિગ્વિજય નાથ પીજી કૉલેજની સામે ‘મોડલ ચાયવાલી’ના નામે પોતાની ચાની દુકાન ખોલી.
સિમરનની દુકાન પર મળતી ચા થોડી અલગ હોય છે. દૂધ, ખાંડ અને ચાના પાન ઉપરાંત તે તેની માતા સાથે ઘરે ચાનો મસાલો બનાવે છે, જે ચાનો સ્વાદ વધારે છે. તે દિવસના સમયનું પણ ધ્યાન રાખે છે. તેના સ્ટોલ પરના લોકો મસાલા ચાના દિવાના છે અને ડઝનેક લોકો હંમેશા તેની દુકાને આવે છે. સિમરન કહે છે કે તે દિવસમાં ૨૫૦ કપ ચા વેચે છે અને એક કપની કિંમત માત્ર ૧૦ રૂપિયા છે.
મોડલ ચાયવાલી સ્ટોલ સવારે સાતથી સાંજના સાત વાગ્યા સુધી ચાલે છે ઘણી વખત તેમના ગ્રાહકો તે પહેલા આવી જાય છે અને દુકાન ખુલવાની રાહ જુએ છે. સમાજના લોકો માટે સિમરન એક ઉદાહરણ છે જેઓ વિચારે છે કે કેટલાક નાના કામ કરે છે અથવા તેમની કિંમત નથી.
સિમરન કહે છે હું કંઈક કરવા વિશે વધારે વિચારતી નથી. લોકો શું કહેશે તેની મને ચિંતા નથી! જ્યારે તમે આર્થિક, શારીરિક અને માનસિક રીતે મજબુત હોવ છો ત્યારે કોઈ કંઈ કહેતું નથી પરંતુ જો તમે કંઈક અલગ કરો છો તો લોકો તમને ટોણો મારશે. લોકો શું કહે છે તેની મને પરવા નથી. જો મેં આ બાબતો પર ધ્યાન આપ્યું હોત, તો કદાચ મેં મારી પોતાની ચાની દુકાન ન ખોલી હોત.
તેમનું કહેવું છે કે કોઈ પણ સંજોગોમાં
ગભરાવું જોઈએ નહીં અને મુશ્કેલ સમયમાં
પણ હિંમત અને ધીરજથી કામ કરવું જોઈએ. સિમરને તેની મોડેલિંગ કારકિર્દી સંપૂર્ણપણે છોડી નથી. આજે પણ તે દર રવિવારે શૂટિંગ માટે જાય છે. ઉ

RELATED ARTICLES

Most Popular