દેશમાં ફરી એક વખત કોરોનાના કેસ વધી રહ્યા છે, દુકાળમાં અધિક માસની જેમ નવા વાઈરસ H3N2એ પણ દેશવાસીઓની ચિંતા વધારી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈને એક મહત્ત્વની ઉચ્ચસ્તરીય બેઠળ બોલાવી હતી. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર શરદી, ઉધરસને ગંભીરતાથી લેવાની ભલામણ કરી છે. હવે આ બધા વચ્ચે એ સમજવાનું ખૂબ જ જરૂરી છે આખરે કયા ગ્રહ-નક્ષત્રને કારણે આવું થઈ રહ્યું છે અને આખરે આ બધાનો અંત ક્યારે આવશે.
વૈદિક જ્યોતિષમાં મૌસમી બીમારીના કારક બુધને માનવામાં આવે છે, જ્યારે કેતુ રહસ્યમયી બીમારીનો કારક છે. શનિ વાયુ પ્રધાન છે જે વસ્તુઓને વેગ કે ગતિ આપે છે. જીવ કારક ગુરુ મનુષ્યને પ્રાણ આપે છે ત્યારે શુક્ર સંજીવનીના સ્વામી હોવાની સાથે સાથે જ વિચારક્ષણીય ગ્રહ પણ છે.
દેશમાં કોરોનાના કેસ શનિના નક્ષત્ર બદલાતા જ વધવાનું શરૂ થઈ ગયું છે. વાત જાણે એમ છે કે હાલમાં શનિ રાહુના નક્ષમાં ગોચર કરી રહ્યા છે અને રાહુ પર એમની વક્ર દૃષ્ટિ પણ છે. રાહુ ઉગ્ર રાશિ મેષમાં બિરાજમાન છે તો સ્વાભાવિક છે કે કોરાનાના કેસ વધી રહ્યા છે. આ સિવાય H3N2 વાઈરસની વાત કરીએ તો એમાં બુધની ભૂમિકા નજરે પડી રહી છે. હાલમાં મીન રાશિમાં ગુરૂ સૂર્ય બિરાજમાન છે અને શનિ એના દ્વાદશ ભાવમાં તેમ જ રાહુ બીજા ભાવમાં છે.
સિઝનલ બીમારીઓનો કારક બુધ હાલમાં પાપ કર્તરી યોગમાં છે. કેતુ બુધનો ષડાસ્ટક યોગ બની રહ્યો છે. એટલે એવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે કોઈ રહસ્ય સાથે જોડાયેલી બીમારીનું પ્રમાણ આ સમયગાળા દરમિયાન વધશે. જો ઊંડાણથી આ વાતને સમજવાનો પ્રયાસ કરવામાં આવે તો 28મી માર્ચના જીવકારક ગુરુ અસ્ત થઈ રહ્યા છે અને જેનો પ્રભાવ બીમારીના પ્રસારના રૂપમાં જોઈ શકાય છે. 22મી એપ્રિલ એટલે કે આજથી ગુરુ અસ્ત અવસ્થામાં જ મેષ રાશિમાં પ્રવેશી રહ્યા છે અને રાહુ સાથે યુતિ કરીને ગુરુ ચાંડાલ યોગ બનાવી રહ્યા છે.
31મી માર્ચથી બુધ પણ જડત્વ યોગ બનાવીને શનિને દૃષ્ટ થશે. એ જ સમયે મંગળ પણ બુધની રાશિમાં બિરાજમાન થઈને લોહી સંબંધિત બીમારીમાં વૃદ્ધિ કરી રહ્યા છે. એવામાં એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એપ્રિલ અને મે મહિનામાં આ બીમારીઓ ચરમસીમા પર હશે અને 15મી મે પછી દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળશે.