CORBEVAX વેક્સિનને કોરોના બૂસ્ટર ડોઝ તરીકે DCGI એ આપી મંજૂરી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ડ્રગ કંન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) દ્વારા CORBEVAX વેક્સિનને કટોકટીની સ્થિતિમાં બૂસ્ટર ડોઝ તરીકે વપરાશ માટે મંજૂરી આપવામાં આવી છે. મહત્ત્વની વાત એ છે કે અત્યાર સુધી બૂસ્ટર ડોઝ માટે કોવિશીલ્ડ અને કોવેક્સિનના બે ડોઝ લઈ ચૂકેલા 18 વર્ષથી મોટી ઉંમરના લોકો હવે કટોકટીની સ્થિતિમાં CORBEVAXને બૂસ્ટર ડોઝ તરીકે લઈ શકે છે.
હૈદરાબાદ સ્થિત ફાર્માસ્યુટિકલ અને વેક્સિન કંપની બાયોલોજિકલ ઈ. લિમિટેડએ
જણાવ્યપં હતું કે CORBEVAXને કોરોનાના બૂસ્ટર ડોઝ તરીકે DCGIની મંજૂરી મળી ગઈ છે. તેથી આ વેક્સિનનો વપરાશ કટોકટીના સમયે કરી શકાશે. વિષમ પરિસ્થિતિમાં કોરોના બૂસ્ટરના રૂપમાં મંજૂરી મેળવનારી ભારતમાં નિર્મિત થયેલી CORBEVAX એ પહેલી વેક્સિન છે.

Botswana Approves Corbevax Covid Vaccine, Plans Local Production - Bloomberg
આ વેક્સિન નિર્માણ કરનારી કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં બૂસ્ટર ડોઝ માટે થતી અછતમાં ઘટાડો થશે અને ભારત સરકારને CORBEVAXની 100 મિલિયન ડોઝ આપવામાં આવશે.
નોંધનીય છે કે બાયોલોજિકલ ઈ. લિમિટેડ કંપનીએ CORBEVAXની કિંમતમાં ઘટાડો કર્યો હતો. પ્રાઈવેટ વેક્સિનેશન સેન્ટર પર જીએસટી સહિત આ વેક્સિન 840 રૂપિયાની જગ્યાએ 250 રૂપિયામાં મળશે. વપરાશકર્તાઓ માટે પ્રતિ ડોઝની કિંમત 400 રૂપિયા નક્કી કરવામાં આવી છે જેમાં ટેક્સ અને એડ્મિનિસ્ટ્રેશન ફી પણ સામેલ કરવામાં આવી છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.