Homeઆમચી મુંબઈમાનસિક અસ્થિર વૃદ્ધાના ૧૧ લાખથી વધુના દાગીના પોલીસે શોધી કાઢ્યા

માનસિક અસ્થિર વૃદ્ધાના ૧૧ લાખથી વધુના દાગીના પોલીસે શોધી કાઢ્યા

થાણે: માનસિક અસ્થિર વૃદ્ધાના રસ્તામાં ભુલાઈ ગયેલા ૧૧.૭૦ લાખની કિંમતના સોનાના દાગીના પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે તપાસ હાથ ધરી શોધી કાઢ્યા હતા.
મુંબ્રાના તનવર નગર ખાતે રહેતી ૬૦ વર્ષની આયેશીબી ઝહીર શેખ ૧૨ ડિસેમ્બરની સાંજે છ વાગ્યાની આસપાસ પરિવારજનોને જાણ કર્યા વગર ઘરની બહાર જતી રહી હતી. માનસિક રીતે અસ્થિર વૃદ્ધા સાથે ૧૧.૭૦ લાખના સોનાના દાગીના ભરેલી થેલી પણ લઈ ગઈ હતી. આ પ્રકરણે તેના પતિ ઝહીર શેખે મુંબ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મિસિંગની નોંધ કરી વૃદ્ધાની શોધ હાથ ધરી હતી.
દરમિયાન ૧૩ ડિસેમ્બરની સાંજે વૃદ્ધા થાણેના ઉથળસર ખાતે રહેતાં સગાંને ઘેર પહોંચી હોવાની માહિતી મળી હતી. જોકે તેની પાસે દાગીના ભરેલી થેલી નહોતી. આ કેસની તપાસમાં ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું હતું કે ૧૩ ડિસેમ્બરે દિવસભર એક વૃદ્ધા થાણેના ઋતુ પાર્ક ખાતે બેસી રહી હતી. પોલીસે ત્યાંના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસતાં એ વૃદ્ધા આયેશીબી શેખ હોવાનું જણાયું હતું.
તપાસમાં જણાયું હતું કે વૃદ્ધા દાગીનાની થેલી ત્યાં જ ભૂલી ગઈ હતી અને એખ શખસને મળી હતી. સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે એ શખસને શોધી કાઢી દાગીના પાછા મેળવ્યા હતા. મળી આવેલા દાગીના ફરિયાદીને સોંપાયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular