કોપર અને બ્રાસમાં આગળ ધપતો સુધારો

અવર્ગીકૃત

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ખાસ કરીને કોપર અને બ્રાસની વેરાઈટીઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૬ સુધીનો સુધારો આગળ ધપ્યો હતો. જોકે, આજે એકમાત્ર ટીનમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને વપરાશકારોની માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨૫નો ઘટાડો આવ્યો હતો, જ્યારે એલ્યુમિનિયમ, નિકલ અને ઝિન્ક સ્લેબમાં ખપપૂરતી માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.
ચીને હાઉસિંગ ક્ષેત્ર માટે પેકેજ જાહેર કરતાં આર્થિક વૃદ્ધિમાં સુધારો જોવા મળે તેવો આશાવાદ ઉપરાંત ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે ત્રણ મહિને ડિલિવરી શરતે મુખ્યત્વે ઝિન્કના ભાવ ગઈકાલના બંધથી ૧.૯ ટકા વધીને ટનદીઠ ૩૨૧૮.૫૦ ડૉલર અને કોપર તથા લીડના ભાવ એક ટકો વધીને અનુક્રમે ટનદીઠ ૭૮૩૭ ડૉલર અને ૨૦૧૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ સિવાય એલ્યુમિનિયમ અને ટીનના ભાવ અનુક્રમે ૦.૮ ટકા અને ૦.૫ ટકા વધીને ક્વૉટ થઈ રહ્યા હતા.
દરમિયાન સ્થાનિક ધાતુ બજારમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ખાસ કરીને કોપર અને બ્રાસની વેરાઈટીઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું, જેમાં કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૬ વધીને રૂ. ૫૯૦, કોપર આર્મિચર અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ૪ વધીને અનુક્રમે રૂ. ૬૩૮ અને રૂ. ૫૦૦, કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૨ વધીને અનુક્રમે રૂ. ૬૫૦, રૂ. ૬૪૩ અને રૂ. ૬૭૧ અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૧ વધીને રૂ. ૪૬૬ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે એકમાત્ર ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ તેમ જ વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૫ ઘટીને રૂ. ૨૧૭૫ના મથાળે રહ્યા હતા. આ સિવાય એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ, ઝિન્ક સ્લેબ, લીડ ઈન્ગોટ્સ અને નિકલમાં સાર્વત્રિક સ્તરેથી છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.