કોપર-ગોલ્ડ રેશિયો પિક પરથી ઉતર્યો, વ્યાજદરોમાં વધારો અટકવાના સંકેત

વેપાર વાણિજ્ય

મુંબઇ: આગામી વર્ષથી વ્યાજદરોમાં ફરીથી ઘટાડો જોવા મળી શકે છે. આ વર્ષના અંત સુધીમાં ભારત સહિત દુનિયાભરમાં વ્યાજદરમાં વધારાના સિલસિલો બદલાઇ શકે છે. તેનો સૌથી મજબૂત સંકેત કોપર-ગોલ્ડ રેશ્યો પીક પરથી નીચે ઉતરવાનો છે. વિશ્ર્લેષકો અનુસાર આ વ્યાજદરોમાં ઘટાડા પહેલાની સ્થિતિ હોય છે. ૧૫ જુલાઇના રોજ કોપર-ગોલ્ડ રેશ્યો ૮૩ના રેકોર્ડ ઉંચા સ્તરે હતો, જે હવે ઘટીને ૭૯ પર આવી ગયો છે. અમેરિકન અર્થશાસ્ત્રી ક્રિસ કિંબલ અનુસાર વર્ષ ૨૦૨૨ના પહેલા છ મહિના વ્યાજદરમાં વધારાનો દોર રહ્યો છે.
વધતી મોંઘવારીથી રાહત માટે દુનિયાભરની બેંકોએ વ્યાજદરોમાં વધારો કર્યો હતો. જો કે બીજા છ મહિના દરમિયાન અલગ સ્થિતિ જોવા મળશે. કોમોડિટીની કિંમતો ઘટવા લાગી છે અને મોંઘવારી પણ ઘટી છે. જેને કારણે વ્યાજદરમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી શકે છે. અમેરિકન બેંક ફેડના ચેરમેન જેરોમ પોવેલના વલણથી પણ વ્યાજદરમાં વધારાનો સિલસિલો અટકે તેવા સંકેત મળી રહ્યા છે. પાછલા ગુરૂવારે રેટમાં ૦.૭૫%ના વધારા સાથે આગામી સમયમાં તેમાં ૦.૫૦ ટકાથી વધુ વધારો નહીં થાય તેવું તેમણે જણાવ્યું હતું. જ્યારે રશિયાએ વ્યાજદરોમાં કાપ મૂક્યો છે. વધતી મોંઘવારીથી રાહત માટે દુનિયાભરની બેંકોએ વ્યાજદરોમાં વધારો કર્યો હતો.
જો કે બીજા છ મહિના દરમિયાન અલગ સ્થિતિ જોવા મળશે. કોમોડિટીની કિંમતો ઘટવા લાગી છે અને મોંઘવારી પણ ઘટી છે. આગામી મહિનામાં સપ્લાયમાં અડચણો અટકશે અને મોંઘવારીથી રાહત મળશે અને અર્થતંત્ર ફરીથી પાટા પર આવશે. જેને કારણે વ્યાજદરોમાં ઘટાડો સંભવ છે. વૈશ્વિક સ્તરે વ્યાજદરમાં આગામી ટુંકાગાળામાં વધારાને બ્રેક લાગી શકે છે. યુક્રેન-રશિયા ક્રાઇસીસનો અંત આવ્યો છે. કોમોડિટી માર્કેટમાં કિંમતો સ્થિર થવા લાગી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.