Homeદેશ વિદેશકોપરમાં તેજીની આગેકૂચ

કોપરમાં તેજીની આગેકૂચ

મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપરમાં ઓછો સ્ટોક અને ચીન ખાતે નવાં લ્યૂનાર વર્ષની ઉજવણી પૂરી થતાં માગ ખૂલવાના આશાવાદ સાથે આજે સત્રના આરંભમાં કોપરના ત્રણ મહિને ડિલિવરી શરતે ભાવ ૦.૮૬ ટકા વધીને ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં કોપરની અન્ય વેરાઈટીઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૧૧નો સુધારો આવ્યો હતો.
જોકે, આજે ટીન, નિકલ, લીડ ઈન્ગોટ્સ અને બ્રાસ શીટ કટિંગ્સમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને માગ ખપપૂરતી રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨થી ૨૨નો ઘટાડો આવ્યો હતો, જ્યારે અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ખાસ કરીને કોપરમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, જેમાં કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૧૧ વધીને રૂ. ૭૬૦, કોપર સ્ક્રેપ હેવીના ભાવ રૂ. ૧૦ વધીને રૂ. ૭૫૦, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ૬ વધીને રૂ. ૭૨૮ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૧ વધીને રૂ. ૮૨૯ના મથાળે રહ્યા હતા. જોકે, આજે નિકલ અને ટીનમાં સ્ટોકિસ્ટોની વેચવાલી તેમ જ વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ પાંખી રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૨ ઘટીને રૂ. ૨૩૭૮ અને રૂ. ૧૩ ઘટીને રૂ. ૨૫૦૦ના મથાળે રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular