મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવેમાં ચાલતી લોકલ ટ્રેનમાંથી ચઢવા અને ઊતરવાના કિસ્સામાં પ્રવાસીઓને ગંભીર ઈજા અથવા મોત થવાના કિસ્સાનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં તાજેતરમાં મધ્ય રેલવેમાં મુમ્બ્રા અને કલવા સ્ટેશનની વચ્ચે ચાલતી ટ્રેનમાંથી પડવાના કિસ્સામાં પોલીસ ઈન્સ્પેક્ટરનું મોત થયું હતું. શુક્રવારે રાતના આ બનાવ બન્યો હતો.
રેલવે પોલીસે કહ્યું હતું કે મધ્ય રેલવેના કલવા સ્ટેશને ટ્રેનમાંથી પડવાના કિસ્સામાં પોલીસ ઈન્સ્પેક્ટરનું મોત થયું હતું. મૃતકની ઓળખ મનોજ ભોસલે (57) તરીકે કરવામાં આવી હતી. તેઓ કલવાના પાર્સિક નગરના રહેવાસી છે. ભોસલે પવઈ પોલીસ સ્ટેશનમાં સબ-ઈન્સ્પેક્ટરે તરીકે ફરજ બજાવતા હતા. કલવા સ્ટેશનથી ટ્રેન પકડવા જતી વખતે ભોસલે અકસ્માતનો ભોગ બન્યા હતા. પોલીસે અકસ્માતનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ સ્ટેશને ચાલતી લોકલ ટ્રેનમાંથી પડતા પોલીસ ઈન્સ્પેક્ટરનું મોત
RELATED ARTICLES