Homeઆમચી મુંબઈપોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં ઈન્સ્પેક્ટરની આત્મહત્યા

પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં ઈન્સ્પેક્ટરની આત્મહત્યા

મુંબઈ: રાજ્યના ધુળે જિલ્લામાં આવેલા પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં ગળાફાંસો ખાઈ પોલીસ ઈન્સ્પેક્ટરે જીવન ટૂંકાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ મંગળવારે બનેલી ઘટનામાં ઈન્સ્પેક્ટર પ્રવીણ વિશ્ર્વનાથ કદમે કથિત આત્મહત્યા કરી હતી. બનાવની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને રૂમમાંથી સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં પોતાના આ પગલા માટે કોઈને જવાબદાર ન ગણવાનું કદમે નોંધ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે ૨૧ નવેમ્બરે પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં પદવીદાન સમારોહનું આયોજન કરાયું છે. આ સમારોહની તૈયારી વખતે મંગળવારની બપોરે કદમ હાજર હતો.
પુણેથી આવ્યા પછી ૨૦૧૯થી તેની નિયુક્તિ ધુળેના પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં થઈ હતી. મંગળવારની સાંજે કદમની રૂમનો દરવાજો અંદરથી લૉક હોવાનું સાથી પોલીસ અધિકારીઓના ધ્યાનમાં આવ્યું હતું. વારંવાર દરવાજો ખટખટાવ્યા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. સાથીઓએ બારીમાંથી નજર કરતાં કદમ ગળાફાંસો ખાધેલી હાલતમાં નજરે પડ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે કદમના પરિવારજનો નાશિકમાં રહે છે અને તેમને ઘટનાની જાણ કરી દેવાઈ છે. આ પ્રકરણે એડીઆર નોંધવામાં આવ્યો હતો. (પીટીઆઈ)

RELATED ARTICLES

Most Popular