હાલમાં રાયપુરમાં કોંગ્રેસનું 85મું અધિવેશન ચાલી રહ્યું છે. દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ પાર્ટીની એક જાહેરાતની બહુ ચર્ચા થઇ રહી છે. આ જાહેરાતમાંથી દેશની આઝાદી વખતે કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂકેલા મૌલાના અબુલ કલામ આઝાદનો ફોટો જ ગાયબ છે.
કોંગ્રેસની આ જાહેરાતમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, ભીમરાવ આંબેડકર, સુભાષ ચંન્દ્ર બોસ, વલ્લભભાઇ પટેલ, સરોજીની નાયડૂ, લાલ બહાદૂર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને પીવી નરસિમ્હા રાવના ફોટો છે.
આ વાત સોશિયલ મિડિયા પર વાયરલ થતાં પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે પોતાના ટ્વીટમાં લખ્યું કે, ‘આજે કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવેલ એક જાહેરાતમાં મૌલાના આઝાદનો ફોટો નથી. આ એક અક્ષમ્ય ભૂલ છે. આની જવાબદારી નક્કી થઇ રહી છે. અને તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. અમે દિલથી માફી માંગીએ છીએ. એ અમારા માટે અને આખા ભારત માટે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ બની રહેશે ’
જોકે, આ જાહેરાતને કારણે કોંગ્રેસ વિવાદોમાં ફસાઇ છે.
લો બોલો….જાહેરાતમાંથી આઝાદ ભારતના કોંગ્રેસના પહેલાં અધ્યક્ષનો ફોટો જ ગાયબ, પાર્ટીએ માંગવી પડી માફી…
RELATED ARTICLES