અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા શરુ થયેલો વિવાદ દિવસેને દિવસે વકરતો જાય છે એવામાં પાવાગઢ મદિર ટ્રસ્ટે નાળિયેર અંગે નિર્ણય લીધો છે જેને કારણે ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટે મદિર પરિસરમાં નાળિયેર વધેરવા પર પ્રતિબંધ મુક્યો છે. સાથે જ મંદિરમાં છોલેલું નાળિયેર લાવવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.
ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ મંદિરમાં નાળિયેરને લઈ વિવાદ શરૂ થાય એવી સંભવાના છે. ટ્રસ્ટે છોલેલું નાળિયેર મંદિરમાં લાવવા પર પ્રતિબંધ મુક્યો છે. આખું નાળિયેર માતાજીને ધરાવી ઘરે લઈ જવાનું ભક્તોને સુચન કરવામાં આવ્યું છે. મંદિર સુધી જવાના રસ્તે જો કોઈ વેપારી છોલેલુ નાળિયેર વેચશે તો તેને દંડ થશે. પાવાગઢ મંદિર ટ્રસ્ટે આ નિર્ણય જાહેર કરતા ભક્તો અને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવા પાછળ સ્વચ્છતાનું કારણ આગળ ધરવામાં આવ્યું છે. આ નિર્ણય 20 માર્ચથી અમલમાં મુકવામાં આવશે.
બીજી તરફ અંબાજી મંદિરમાં મોહનથાળનો વિવાદ રાજકીય તુત પકડી રહ્યો છે. પરંપરાગત મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચિકીનો પ્રસાદ શરૂ કરવામાં આવતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકીય પક્ષોના નેતાઓ, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક આગેવાનો પણ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની માંગ થઇ રહી છે.
અંબાજી બાદ પાવાગઢ મંદિર ટ્રસ્ટના નિર્ણય અંગે વિવાદ, છોલેલું નારિયેળ નહિ લઇ જવા ફરમાન
RELATED ARTICLES