Lulu mall controversyમાં મહંત પરમહંસ દાસની એન્ટ્રી, પોલીસે કરી ધરપકડ

દેશ વિદેશ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં લૂલૂ મોલનો વિવાદ શમવાનું નામ લઈ રહ્યો નથી. ફરી એક વાર આ મામલે બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે. હિંદુ રાષ્ટ્રની માંગને લઈને બાલ્ટીમાં જળસમાધિ લેવા માટે મહંત પરમહંસ દાસ આચાર્ય લૂલૂ મોલ પહોંચ્યા હતાં. આ દરમિયાન તેમની પોલીસ સાથે પણ બોલાચાલી થઈ હતી. બબાલ વધતાં પોલીસે તેમની ધરપકડ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા લૂલૂ મોલમાં નમાજ પઢવાનો વીડિયો વાયરલ થયા બાદ શનિવાર હિંદુ સંગઠનના સેંકડો કાર્યકર્તા મોલમાં હનુમાન ચાલીસાનું પઠન કરવા મોલ પહોંચ્યા હતાં. દરમિયાન હિંદુ સંગઠનોના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.