મુંબઈમાં અંબાણી પરિવારની સુરક્ષા ચાલુ રાખો: સુપ્રીમ કોર્ટ

દેશ વિદેશ

નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે શુક્રવારે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને અપાયેલી સુરક્ષા ચાલુ રાખવાની છૂટ આપી હતી. ચીફ જસ્ટિસ એન.વી. રમણ્ણા, જસ્ટિસ ક્રિશ્ર્નામુરારી અને જસ્ટિસ હિમા કોહલીની બૅન્ચે એક જનહિતની અરજીની સુનાવણીમાં ત્રિપુરાની વડી અદાલતના નિર્દેશને પડકારતી કેન્દ્ર સરકારની અપીલને માન્ય રાખી હતી.
અંબાણી પરિવારને સરકારી સુરક્ષાની જોગવાઈને પડકારતી જનહિતની અરજીના અનુસંધાનમાં ત્રિપુરાની વડી અદાલતના આદેશ પર સુપ્રીમ કોર્ટની વેકેશન બૅન્ચે સ્થગન આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે જનહિતની અરજી કરનારા ત્રિપુરાવાસી બિકાશ સાહાને મુંબઈમાં કોઈ વ્યક્તિઓને અપાતી સુરક્ષા જોડે કોઈ સંબંધ નથી. બિકાશ સાહાની જનહિતની અરજી બાબતે ત્રિપુરાની વડી અદાલતે ૩૧ માર્ચ અને ૨૧ જૂને બે વચગાળાના આદેશો બહાર પાડ્યા હતા. એ આદેશોમાં મુકેશ અંબાણી, તેમનાં પત્ની અને સંતાનોને કેવા પ્રકારના અને કેટલા જોખમને ધ્યાનમાં રાખીને સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.