ફિલ્મ The Kerala Story બાદ હવે એક્ટ્રેસ અદા શર્મા ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે અને સોશિયલ મીડિયા પર તેને ધમકીઓ મળી રહી છે. એટલું જ નહીં તેના જૂના જૂના ફોટો પર અભદ્ર અને અશ્લીલ કમેન્ટ્સ પણ કરવામાં આવી છે.
આ બધા વચ્ચે હવે એવા સમાચાર પણ આવી રહ્યા છે કે સોશિયલ મીડિયા પર અદાની કોન્ટેક્ટ ડિટેઈલ્સ લીક થઈ ગઈ છે અને તેનો નવો નંબર પણ લીક કરવાની ધમકી આપવામાં આવી રહી છે.
ફિલ્મે બોક્સ ઓફિસ પર 200 કરોડથી વધારેની કમાણી કરી ચૂકી છે અને આ ફિલ્મ રિલીઝ પહેલાંથી જ કોન્ટ્રોવર્સીમાં આવી ગઈ હતી. પાંચમી મેના ફિલ્મ રિલીઝ કરવામાં આવી પણ ત્યાર બાદ પણ કોન્ટ્રોવર્સી તો ચાલું હતી.
હવે એક સોશિયલ મીડિયા યુઝરે અદાની કોન્ટેક્ટ ડિટેઈલ્સ લીક કરી હતી અને નવો નંબર પણ લીક કરવાની ધમકી આપી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર હાલ તો આ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ધર્માંતરણ પર આધારિત છે અને મેકર્સે આ ફિલ્મને સત્ય ઘટના પર આધારિત જણાવી હતી. આ ફિલ્મમાં છોકરીઓનું બ્રેઈન વોશ કરીને તેમને પ્રેમજાળમાં ફસાવીને ધર્મ પરિવર્તન કરાવડાવીને આતંકવાદી સંગઠનમાં સામેલ કરવાની સ્ટોરી દર્શાવવામાં આવી છે.
આ વર્ષે આ ફિલ્મ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં બીજા નંબરે આવે છે. અને ફિમેલ સેન્ટરિક ફિલ્મોમાં કમાણીના મામલામાં આ ફિલ્મ નંબર વન પર છે.