Homeઆમચી મુંબઈબે પંપિગ સ્ટેશન માટે સલાહકાર નીમશે પાલિકાએ બહાર પાડ્યા ટેન્ડર

બે પંપિગ સ્ટેશન માટે સલાહકાર નીમશે પાલિકાએ બહાર પાડ્યા ટેન્ડર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા મોગરા અને માહુલ પંપિંગ સ્ટેશનને હજી સુધી એન્વાયરમેન્ટલ કલીયરન્સ મળ્યું નથી ત્યારે પાલિકાએ હવે તમામ પ્રકારની મંજૂરી મેળવવા માટે અને પપિંગ સ્ટેશનના કામ પર સુપરવાઈઝિંગ કરવા માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ક્ધસ્લટન્ટ નીમવાની છે. તે માટે પાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા છે.
મુંબઈમાં ૨૬ જુલાઈ, ૨૦૦૫માં થયેલી અતિવૃષ્ટિ બાદ નીમવામાં આવેલી ચિત્તળે કમિટી દ્વારા આપવામાં આવેલી સલાહ મુજબ મુંબઈમા આઠ પંપિંગ સ્ટેશન ઊભા કરવામાં આવવાના છે, તેમાથી બે પંપિંગ સ્ટેશનનું કામ હજી અટવાયેલુ છે. માહુલ અને મોગલા પંપિંગ સ્ટેશનનો પ્રોજેક્ટ જમીન સંપાદનને કારણે અટવાયેલો હતો. અનેક અડચણો બાદ આખરે માહુલ પંપિંગ સ્ટેશન માટે જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ થઈ છે અને તે તેના અંતિમ તબક્કામાં છે. જયારે મોગરા પંપિંગ સ્ટેશનનું કામ કોર્ટ કેસના કારણે અટવાયેલું છે.
આ દરમિયાન પાલિકાએ બંને પ્રોજેક્ટ માટે ક્ધસ્લ્ટન્ટ નીમવા માટે ટેન્ડર બહાર પાડયા છે. પ્રોજેક્ટ માટે જમીન સંપાદન સિવાય પણ મિનિસ્ટ્રી ઓફ ઍન્વાયરમેન્ટલ ઍન્ડ ફોરેસ્ટ, કોસ્ટલ રૅગ્યુલેટરી ઝોન, કલેકટર ઑફિસ પાસેથી હજી મંજૂરી મળી નથી. મોગરા પંપિંગ સ્ટેશનના પ્રોજેક્ટમાં જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. પાલિકા નિષ્ણાત સલાહકારની મદદથી તમામ પ્રકારની મંજૂરી અને કોર્ટ કેસનો નીવેડો લાવવા માગે છે. ક્ધસ્લટન્ટે પ્રોજેક્ટનું કામ જ્યારે ચાલુ થશે ત્યારે તે માટે સુપરવિઝન પણ કરવાનું રહેશે.
માહુલ પંપિંગ સ્ટેશન માટે સોલ્ટ ડિપાર્ટમેન્ટ છ એકરની જગ્યા આપવા તૈયાર થયું છે. જમીન ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. એ સિવાય જમીન સંપાદનના કાયદાકીય અડચણો પણ છે. આ દરમિયાન જોકે પાલિકાએ નાના-મોટા કામ કરવા માટે ટેન્ડર બહાર પાડયા હોવાનું પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે ૨૦૨૩-૨૪ના બજેટમાં કહ્યું હતું.
માહુલ પંપિંગ સ્ટેશનની પાછળ લગભગ ૩૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. આ પંપિંગ સ્ટેશન બંધાઈ ગયા બાદ સાયન, માટુંગા, વડાલા અને ચેંબુર વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી છૂટકારો મળશે. જયારે મોગરા પંપિંગ સ્ટેશન લગભગ ૩૯૩ કરોડ રૂપિયાના ખર્ચે ઊભુ થવાનુ છે. તે બંધાઈ ગયા બાદ અંધેરી અને વર્સોવાને ચોમાસામાં રાહત મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular