Homeટોપ ન્યૂઝઆરોપી સુકેશ ચંદ્રશેખરનો સનસનીખેજ દાવો, AAPના સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા ચૂકવ્યા

આરોપી સુકેશ ચંદ્રશેખરનો સનસનીખેજ દાવો, AAPના સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા ચૂકવ્યા

જેલમાં બંધ આરોપી સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના એલજી વીકે સક્સેનાને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે તેણે જેલમાં બંધ આમ આદમી પાર્ટી (AAP) મંત્રી સત્યેન્દ્ર જૈનને ‘પ્રોટેક્શન મની’ તરીકે 10 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.
પત્રમાં, કોનમેન સુકેશે લખ્યું છે કે તે AAP નેતાને 2015 થી ઓળખે છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે AAPને કુલ 50 કરોડ રૂપિયાની રકમ ચૂકવવામાં આવી હતી કારણ કે તેને દક્ષિણ ભારતમાં એક મહત્વપૂર્ણ પાર્ટીનું પદ આપવાનું વચન આપવામાં આવ્યું હતું.
ચંદ્રશેખરે દાવો કર્યો હતો કે તેણે ગયા મહિને સીબીઆઈ તપાસ ટીમને અને જેલના ડીજીને સત્યેન્દ્ર જૈનને કરેલી ચૂકવણીનો ખુલાસો કર્યો હતો અને સીબીઆઈ તપાસની માંગ કરતી દિલ્હી હાઈકોર્ટમાં અરજી પણ કરી હતી. સુકેશે આરોપ લગાવ્યો હતો કે સત્યેન્દ્ર જૈન તેને ધમકી આપી રહ્યો છે અને ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી રહ્યો છે.
‘2017માં મારી ધરપકડ પછી હું તિહાર જેલમાં બંધ હતો ત્યારે જેલ મંત્રી સત્યેન્દ્ર જૈન ઘમી વાર મને મળવા આવ્યા હતા. 2019માં પણ સત્યેન્દ્ર જૈન મને મળવા આવ્યા હતા. તેમના સેક્રેટરીએ મને જેલમાં મૂળભૂત સુવિધાઓ મેળવવા માટે અને પ્રોટેક્શન મની તરીકે દર મહિને બે કરોડ રૂપિયા ચૂકવવા જણાવ્યું હતું,’ એમ જેલમાંથી વકીલ મારફતે મોકલેલા પત્રમાં સુકેશે જણાવ્યું હતું.
સુકેશ ચંદ્રશેખર હાઈ-પ્રોફાઈલ લોકો અને સેલિબ્રિટીઓ પાસેથી કથિત રીતે પૈસા પડાવવાના આરોપમાં દિલ્હીની મંડોલી જેલમાં બંધ છે . અગાઉ, તે તિહાર જેલમાં બંધ હતો પરંતુ તેની વારંવાર વિનંતીઓ બાદ તેને મંડોલી જેલમાં ખસેડવામાં આવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે તેને તિહાર જેલમાંથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.

RELATED ARTICLES

Most Popular