Homeટોપ ન્યૂઝ'મહાઠગ' સુકેશે ફોડ્યો ચોથો 'લેટર બોમ્બ'! પંજાબ-ગોવાની ચૂંટણી માટે AAPને પૈસા ચૂકવ્યાનો...

‘મહાઠગ’ સુકેશે ફોડ્યો ચોથો ‘લેટર બોમ્બ’! પંજાબ-ગોવાની ચૂંટણી માટે AAPને પૈસા ચૂકવ્યાનો દાવો

આ દિવસોમાં ‘મહાઠગ’ સુકેશ ચંદ્રશેખરના ‘લેટર બોમ્બ’એ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની ઊંઘ હરામ કરી દીધી છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની સાથે દિલ્હીમાં મ્યુનિસિપલ ચૂંટણીઓ થવાની છે, પરંતુ ભ્રષ્ટાચારના ગંભીર આરોપો બાદ આમ આદમી પાર્ટી (AAP) બેકફૂટ પર આવી ગઈ છે. આ દરમિયાન ‘મહાઠગ’ સુકેશ ચંદ્રશેખરે ફરી એક નવો ‘લેટર બોમ્બ’ ફોડ્યો છે.

આ વખતે સુકેશ ચંદ્રશેખર વતી અરવિંદ કેજરીવાલને જવાબ આપવામાં આવ્યો છે. એટલું જ નહીં, સુકેશે આ વખતે કેજરીવાલને પડકાર ફેંક્યો છે અને સવાલ કર્યો છે કે જો તમે (કેજરીવાલ) ખોટા સાબિત થશો તો રાજીનામું આપી દેશો કે રાજનીતિમાંથી સંન્યાસ લઈ લેશો. ‘મહાઠગ’ સુકેશે આ પત્ર પોતાના વકીલ અને મીડિયાને ધ્યાનમાં રાખીને લખ્યો છે. સુકેશે AAPના આરોપોને ફગાવી દીધા હતા કે તેઓ દિલ્હી MCD ચૂંટણી પહેલા બીજેપીના ઈશારે દિલ્હીના સીએમ કેજરીવાલ, જૈન અને AAPની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સુકેશ ચંદ્રશેખરે આમ આદમી પાર્ટીને જવાબ આપતા કહ્યું કે, ‘હું ચૂંટણી દરમિયાન ED અને CBIની વાત કેમ કરું છું, આ સવાલ મને પૂછવામાં આવ્યો છે. મને એમ પણ પણ પૂછવામાં આવ્યું છે કે મેં અગાઉ કેમ ખુલાસો કર્યો નથી, તેથી હું તેનો જવાબ આપું છું. સુકેશે આગળ લખ્યું, ‘મેં પહેલા દરેક વાતને નજરઅંદાજ કરી અને હું ચૂપ રહ્યો, પરંતુ મને જેલમાં સતત ધમકીઓ મળી રહી હતી.

આમ આદમી પાર્ટી ઉપરાંત સુકેશ ચંદ્રશેખરે પત્રમાં પૂર્વ જેલ ડીજી સંદીપ ગોયલનું નામ લીધું અને કહ્યું, ‘મને સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. હું સત્યવાદી છું હું કોઈથી ડરતો નથી.’

આ વખતે ‘મહાઠગે’ વકીલ દ્વારા મીડિયાને લખેલા પત્રમાં કેજરીવાલને સવાલો પૂછ્યા છે. પત્રમાં સુકેશે લખ્યું, ‘કેજરીવાલજી, હું તમને પૂછી રહ્યો છું. મારા પર પાર્ટીમાં 500 કરોડ લાવવાનું દબાણ કરવામાં આવ્યું હતું. પંજાબ અને ગોવાની ચૂંટણીમાં ફંડ આપવાનું પણ કહેવામાં આવ્યું હતું. મને ડીજી સામેની ફરિયાદ પાછી ખેંચી લેવાની ધમકી આપવામાં આવી રહી છે. પહેલા આ બધાનો જવાબ આપો. એવું ન કહો કે ચૂંટણીના કારણે આ બધું થઈ રહ્યું છે.

 

RELATED ARTICLES

Most Popular