બોલીવુડ સુપરસ્ટાર જેકલીન ફર્નાન્ડીઝનું નામ 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સામે આવ્યું છે. ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધોના સમાચારોને કારણે પણ જેકલીન ફર્નાન્ડીઝનું નામ ચર્ચામાં છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની પૂછપરછ દરમિયાન જેકલીન અને સુકેશ વચ્ચેની નિકટતા બહાર આવી હતી. દરમિયાન, સુકેશ ચંદ્રશેખરનો લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, જેમાં તે જેકલીન ફર્નાન્ડિસને વેલેન્ટાઈન ડે પર શુભેચ્છા પાઠવતો જોવા મળી રહ્યો છે.
આ વીડિયોમાં 200 કરોડની છેતરપિંડી કેસમાં દોષિત સુકેશ ચંદ્રશેખર મીડિયાના સવાલોના જવાબ આપતા જોવા મળી રહ્યો છે. સુકેશને પૂછવામાં આવ્યું કે શું તમે હજુ પણ જેકલીનને પ્રેમ કરો છો. આ સવાલનો જવાબ આપતા સુકેશ ચંદ્રશેખર કહેતા જોવા મળે છે કે- મારી તરફથી હેપ્પી વેલેન્ટાઈન ડે. નોંધનીય છે કે સુકેશનો આ વીડિયો કોર્ટમાં હાજરી આપવા જવાનો છે.
એક અહેવાલ અનુસાર, EDની પૂછપરછ દરમિયાન જેકલીન ફર્નાન્ડિઝે મહાઠગ સુકેશ ચંદ્રશેખર અને તેના સંબંધો વિશે ખુલાસો કર્યો હતો. જેકલીન ફર્નાન્ડિસે જણાવ્યું કે- તે સુકેશને તેના સપનાનો રાજકુમાર માનવા લાગી હતી, તે તેની સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ સુકેશની વાસ્તવિકતા જાણીને અભિનેત્રીનું દિલ તૂટી ગયું અને તે પ્રેમમાં છેતરાઈ ગઈ.