Homeઆપણું ગુજરાતકોંગ્રેસ કાર્યકરોએ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી, જમાલપુર-ખાડિયા બેઠકને લઈને નારાજગી

કોંગ્રેસ કાર્યકરોએ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી, જમાલપુર-ખાડિયા બેઠકને લઈને નારાજગી

અમદવાદની જમાલપુર-ખાડિયા બેઠકને લઈને યુથ કોંગ્રેસ અને NSUI કાર્યકરોની નારાજગીએ ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. NSUI અને કોંગ્રેસના કાર્યકરોએ પ્રદેશ કાર્યાલય ખાતે હોબાળો મચાવ્યો હતો. કાર્યાલયની દીવાલ પર કાળા રંગથી ભરતસિંહ વિરુદ્ધ સુત્રો લખાયા હતા. સાથે કાર્યકરોએ કાર્યાલયમાં તોડફોડ પણ કરી છે. ભરતસિંહના નામની પ્લેટ પણ તોડી નાંખવામાં આવી હતી.
જમાલપુર ખાડિયા બેઠક પરથી ઉમરાન ખેડાવાલાને ટિકિટ આપવામાં આવી છે. શાહનવાઝ શેખને ટિકિટ ના મળતા NSUI અને યુથ કોંગ્રેસના 10થી વધુ નેતાઓએ ગત મોડી રાતે રાજીનામાં આપી દીધા હતા. બે દિવસ પહેલા પણ શાહનવાઝ શેખને ટિકિટ આપવા અંગે કાર્યકરોએ માગ કરી હતી એક ખાનગી હોલમાં ભેગા થઈ શાહનવાઝ શેખ સમર્થક NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરો શક્તિ પ્રદર્શન કર્યું હતું.
અમદાવાદની વટવા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર બળવંત ગઢવીનો પણ વિરોધ થઈ રહ્યો છે. આયાતી ઉમેદવાર હોવાના કારણે સોશિયલ મીડિયામાં વિરોધ થઈ રહ્યો છે. વટવામાં મેન્ડેટ બદલવાની માગ ઉઠી રહી છે. વટવા કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં પણ કાર્યકરો પોસ્ટ મુકીને વિરોધ નોંધાવી રહ્યાં છે.

RELATED ARTICLES

Most Popular