વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ મુખ્ય પ્રધાન પદનો ચહેરો જાહેર નહિ કરે, રઘુ શર્માએ કરી જાહેરાત

આપણું ગુજરાત

Ahmedabad: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે. ત્યારે ભાજપ (BJP), કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ચૂંટણી પ્રચારની તૈયારીઓ કરી રહી છે. જેને લઈને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા (Raghu Sharma) અને પ્રદેશ પ્રમુખ જગ્દીશ ઠાકોર (Jagdish Thakor) સહિતના નેતાઓ ગઈ કાલે દિલ્હીમાં હાઈ કમાંડ સાથે મીટીંગ કરી હતી.
આ અંગે રઘુ શર્માએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ મુખ્યપ્રધાન પદનો ચહેરો જાહેર નહિ કરે.
ગુજરાત કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસની રાજકીય ટાસ્ક ફોર્સ સમક્ષ પ્રેઝન્ટેશન આપ્યું હતું, જેમાં પી ચિદમ્બરમ (P. Chidambaram), મુકુલ વાસનિક (Mukul Wasnik) , જયરામ રમેશ (Jairam Ramesh) , કે.સી. વેણુગોપાલ (K. C. Venugopal), અજય માકન (Ajay Maken), પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi), રણદીપ સુરજેવાલા (Randeep Surjewala) અને સુનિલ કાનુગોલુ (sunil kanugolu) હાજર રહ્યા હતા.

મિટિંગ બાદ રઘુ શર્માએ જણાવ્યું હતું કે, ‘અમે સામૂહિક નેતૃત્વ હેઠળ આ ચૂંટણી લડીશું અને પરિણામો જાહેર થયા પછી હાઈકમાન્ડ મુખ્યપ્રધાન નક્કી કરશે. આજે ટાસ્ક ફોર્સ સાથે ગુજરાત સંબંધિત રાજકીય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ભાજપ પોતાની ડબલ એન્જિન સરકાર હોવાનો દાવો કરે છે, પરંતુ અમારું ધ્યાન અમારા શાસનની તુલનામાં ભાજપના 27 વર્ષ પર છે.’

આમ આદમી પાર્ટીના ગુજરતમાં વધતા પ્રભાવને નકારતા તેમણે કહ્યું કે, ‘ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની કોઈ અસર નહીં થાય. પંજાબે પણ AAPને નકારી કાઢી હતી, કારણ કે તેઓ સત્તામાં આવ્યાના થોડા મહિનામાં ભગવંત માન (Bhagwant Mann)ની બેઠક ગુમાવી ચૂક્યા હતા. તેમણે ચાર મહિનામાં પંજાબના લોકોનો વિશ્વાસ ગુમાવી દીધો છે, તો તમે તેમની પાસેથી ગુજરાતની જનતાને શું આપવાની અપેક્ષા રાખી શકો છો.’

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘તેમણે આગામી ચૂંટણીમાં પક્ષ કેવી રીતે 125 થી વધુ બેઠકો મેળવી શકે છે તે અંગે રજૂઆત કરી હતી. આ ઉપરાંત ગત ચૂંટણીમાં જે બેઠકો સંકીર્ણ માર્જીનથી ગુમાવી હતી તે બેઠકો કેવી રીતે મેળવી શકીએ તેની પણ ચર્ચા કરી હતી.’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.