13મી જૂને દેશભરના ED કાર્યાલયમાં સત્યાગ્રહ કરશે કોંગ્રેસ! નેશનલ હેરાલ્ડ મામલે આ દિવસે જ રાહુલ ગાંધીને થવાનું છે હાજર

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 13મી જૂને ED સમક્ષ રજૂ થઇ શકે છે. આ દિવસે કોંગ્રેસ ભારતના રાજ્યોમાં EDના તમામ કાર્યાલયો સામે સત્યાગ્રહ કરશે. કોંગ્રેસ નેતાઓનો આરોપ છે કે કેન્દ્ર સરકાર ઇડીનો દુરુપયોગ કરી રહી છે. નેશનલ હેરાલ્ડ કેસથી જોડાયેલા એક મની લોન્ડરિંગ મામલે રાહુલ ગાંધીએ સમન મોકલીને હાજર થવા માટે કર્યું છે.
અગાઉ પણ રાહુલ ગાંધીને ED સામે બીજી જૂને હાજર થવાનું હતું, પણ ત્યારે તેઓ વિદેશમાં હતા. હવે તેઓ 13મી જૂને ED સમક્ષ રજૂ થઇ શકે છે. બીજી બાજુ સોનિયા ગાંધીને પણ EDએ આઠમી જૂને હાજર રહેવા માટે નોટિસ મોકલી હતી, પણ તેમને કોરોના થયો હોવાથી તેઓ આવી શક્યતા નહોતા.
હવે કોંગ્રેસના નેતાઓએ શક્તિ પ્રદર્શનની તૈયારી કરી છે. આને લઇને પાર્ટી નેતાઓની એક બેઠક પણ થઇ, જેમાં નક્કી થયું છે કે પાર્ટી પૂરા ભારતમાં તમામ રાજ્યોમાં ઇડી કાર્યાલય સામે સત્યાગ્રહ કરશે. સૂત્રો અનુસાર કોંગ્રેસે તેના સાંસદોને પણ કહ્યું છે તે તેઓ 13મી જૂને સવારે દિલ્હીમાં હાજર રહે. રાહુલ ગાંધી ઇડીમાં હાજર થાય ત્યારે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ, સાંસદો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહે એવી સંભાવના છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.