કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના વાડ્રા પાર્ટીના ત્રણ દિવસીય 85મા મહાઅધિવેશનમાં સામેલ થવા છત્તીસગઢના નયા રાયપુર શહેર પહોંચ્યા હતા અને આ દરમિયાન પ્રિયંકાના સ્વાગત માટે એરપોર્ટની સામેના રસ્તા પર કાર્પેટને બદલે ગુલાબની પાંખડીઓની ચાદર બિછાવવામાં આવી હતી.
પ્રિયંકા ગાંધીના સ્વાગતમાં આશરે 2 કિલોમીટર સુધીના રસ્તાને સજાવવા માટે 6 હજાર કિલોગ્રામથી વધુ ગુલાબના ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફૂલોની ચાદરની બંને બાજુ પારંપારિક વસ્ત્રો પહેરીને કલાકારોએ પણ પ્રિયંકાનું સ્વાગત કર્યું હતું. છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ, રાજ્ય કોંગ્રેસના મોહન મરકામ અને પાર્ટીના અન્ય નેતાઓએ પ્રિયંકા ગાંધી-વાડ્રાનું સ્વાગત કર્યું હતું.
#WATCH | Chhattisgarh: Flower petals were laid on the streets to welcome Congress general secretary Priyanka Gandhi Vadra and other Congress leaders in Raipur for the 85th Plenary Session of the party. pic.twitter.com/Z4hozwKDl8
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) February 25, 2023
પ્રિયંકા સવારે 8-30 વાગ્યાની આસપાસ સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર ઉતરી હતી અને એ સમયે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સમર્થકોએ હાજર રહીને તેનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. ઝંડા લહેરાવીને તેમણે સમર્થનમાં નારેબાજી પણ કરી હતી. ખાસ વાત તો એ હતી કે ફૂલોથી સજાવેલા રસ્તા સિવાય કાર્યક્રમના સ્થળે પહોંચ્યા બાદ પણ પાર્ટી સમર્થકોએ પ્રિયંકા પર ફૂલોની વરસાદ કર્યો હતો.