કોંગ્રેસનો હલ્લાબોલ: રાહુલ અને સોનિયા સહીત કાળા કપડામાં પહોંચ્યા સાંસદો, રાહુલ ગાંધીની અટકાયત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મોંઘવારી અને બેરોજગારી સામે કોંગ્રેસ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહી છે. સંસદમાં વિરોધ કરવા રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અન્ય નેતાઓ કાળા કપડા પહેરીને સંસદ પહોંચ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ કાળા કપડામાં વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા પહોંચ્યા હતા. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ પ્રદર્શનમાં જોડાયા છે. મળતી માહિતી મુજબ રાહુલ ગાંધીને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા છે.  તેમના ઉપરાંત શશી થરૂર, અધીર રંજન ચૌધરી, દિગ્વિજય સિંહ અને ગૌરવ ગોગોઈ સહિત  કોંગ્રેસ સાંસદોની અટકાયત કરીને પોલીસ બસમાં બેસાડવામાં આવ્યા છે. રાહુલ કોંગ્રેસના નેતાઓ સાથે રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરી રહ્યા હતા.

અટકાયત પહેલા રાહુલ ગાંધીએ કહ્યું છે કે પોલીસે કોંગ્રેસના સાંસદોને ખેંચીને ઢસળીયા હતા અને કેટલાક લોકોને માર્યા છે. તમે બધા જોઈ રહ્યા છો કે લોકશાહીની હત્યા થઈ રહી છે.

“>

દિલ્હીમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકાના નેતૃત્વમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ માર્ચ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરી રહ્યા છે, જ્યારે પીએમ હાઉસનો ઘેરાવ કરવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. જો કે ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ કહ્યું કે, અમે રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ પોલીસે આઈપીસીની કલમ 144નો હવાલો આપીને રોકી દીધી છે. અમે તમામ સાંસદો ધરપકડ વહોરીશું. અમે લોકોને બેરોજગારી અને મોંઘવારીમાંથી રાહત આપીશું.
મોંઘવારી સહિતના વિવિધ મુદ્દે કોંગ્રેસ સહિત વિપક્ષી સભ્યોના હોબાળાને કારણે શુક્રવારે લોકસભાની કાર્યવાહી સભા શરૂ થયાના લગભગ 25 મિનિટ બાદ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આંદોલન કરી રહેલા સભ્યોને કહ્યું કે તેમનું આ વર્તન યોગ્ય નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.