ગુજરાતના સરકારી કર્મચારીઓને કોંગ્રેસનો વાયદો, કોંગ્રેસની સરકાર બનશે તો ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબુદ થશે

આપણું ગુજરાત

Ahmedabad:ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નારાજ સરકારી કર્મચારીઓ સરકાર સામે અંદોલને ચડ્યા છે. ત્યારે કોંગ્રેસે સરકારી કર્મચારીઓ માટે મહત્વની જાહેરાત કરી છે. કોંગ્રેસે શુક્રવારે માછીમારો માટે સહાયનો વાયદો કર્યો હતો. ત્યારે આજે શનિવારે કોંગ્રેસે ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબુદ કરવાનો વાયદો કર્યો છે. તે ઉપરાંત ગાંધીનગરમાં ચાલી રહેલા માજી સૈનિકોના આંદોલનને સમર્થન આપીને સરકાર પાસે માજી સૈનિકોની માંગ પુરી કરવા રજુઆત પણ કરવામાં આવી છે.
નોંધનીય છે કે ગુજરાતમાં કેટલાય સમયથી જૂની પેન્શન યોજનાને લઈને સરકારી કર્મચારીઓ આંદોલન પર ઉતર્યા છે. તે ઉપરાંત ફિક્સ પગાર અને કોન્ટ્રાકટ પ્રથાને લઈને પણ કર્મચારીઓ નારાજ છે. આ મામલે આજે પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં જૂની પેન્શન યોજના લાગુ કરી દેવામાં આવી છે તો ગુજરાતમાં પણ સરકારે જુની પેન્શન યોજના લાગુ કરી દેવી જોઈએ. જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો ફિક્સ પગાર અને કોન્ટ્રાકટ પ્રથા બંધ કરવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું કે ફિક્સ પગાર અને કોન્ટ્રાકટ શોષણની નીતિ છે. સરકાર બનતા અમે બંને નીતિ નાબૂદ કરી દઇશું. માજી સૈનિકો 5 દિવસથી ગાંધીનગરમાં બેઠા છે. તેઓ સરકારની કમિટીને મળીને તેમની માંગણીઓ રજૂ કરવા માંગે છે. પરંતુ સરકાર ધ્યાન આપતી નથી. અમારી પણ માંગણી છે કે સરકાર માજી સૈનિકોની માંગણીઓ પુરી કરે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.