Homeઆપણું ગુજરાતગુજરાતમાં કોંગ્રેસ-NCPનું ગઠબંધન: ‘ફાંસીવાદી પરિબળોની સામે એકત્ર થઇ રહ્યા છીએ’ જગદીશ ઠાકોર

ગુજરાતમાં કોંગ્રેસ-NCPનું ગઠબંધન: ‘ફાંસીવાદી પરિબળોની સામે એકત્ર થઇ રહ્યા છીએ’ જગદીશ ઠાકોર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. બન્ને પક્ષોના આગેવાનોની મીટીંગ બાદ 3 બેઠક પર ગઠબંધનની જાહેરાત કરાઈ છે. હાલ કુતિયાણા વિધાનસભા બેઠક પર કાંધલ જાડેજા એક માત્ર એનસીપીના વિધાનસભ્ય છે.
ગઠબંધન અંગે જાહેરાત કરતાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, “કોંગ્રેસ NCP સાથે ગઠબંધન કરીને આગામી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ લડશે. NCP ત્રણ બેઠકો- ઉમરેઠ (આણંદ જિલ્લો), નરોડા (અમદાવાદ) અને દેવગઢ બારિયા (દાહોદ જિલ્લો) પર ગઠબંધન કરીને ચૂંટણી લડશે.” તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પાર્ટી 125 બેઠકો જીતીને રાજ્યમાં સત્તામાં પરત ફરશે.
તેમણે જણાવ્યું હતું કે, ફાંસીવાદી પરબળોની સામે સમાન વિચારધારા વાળા લોકો એકત્ર થઇ રહ્યા છે.
NCP નેતા જયંત બોસ્કીએ જણાવ્યું હતું કે, જગદીશ ભાઇ ધોની સ્ટાઇલમાં બેટીંગ કરી રહ્યા છે, અને અમારો તેમને ટેકો છે. UPAના બધા ઘટક દળો ખસી ગયા છે. એનસીપીના શરદ પવાર, સોનિયા ગાંધી સાથે ખભેખભો મિલાવી લડી રહ્યા છે. અમે ત્રણ બેઠકો માટે લડી રહ્યા છીએ. તમામાં બેઠક એનસીપીના મેન્ડેટ પર લડાવવામાં આવશે. કાંધલ જાડેજાની વાત ચાલે છે. કોંગ્રેસ કહેશે તો આગળ વિચારીશું.
આ ત્રણેય બેઠકો પર હાલમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)નો કબજો છે.

RELATED ARTICLES

Most Popular