Homeઆપણું ગુજરાત‘બનશે જનતાની સરકાર’ કોંગ્રેસના વચનો: રૂ.3,000નું બેરોજગારી ભથ્થું, ખેડૂતોનું દેવું માફ, રૂ.500માં...

‘બનશે જનતાની સરકાર’ કોંગ્રેસના વચનો: રૂ.3,000નું બેરોજગારી ભથ્થું, ખેડૂતોનું દેવું માફ, રૂ.500માં ગેસ સિલિન્ડર

કોંગ્રેસ પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને મેનીફેસ્ટો રાજુ કર્યો છે. આજે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતેથી કોંગ્રેસે ‘બનશે જનતાની સરકાર’ ના ટાઈટલ હેઠળ ઘોષણાપત્ર રજુ કર્યું હતું. જેમાં અગાઉ રાહુલ ગાંધી ગુજરાતને આપેલા 8 વચનોને સ્થાન આપવામાં આવ્યું છે. કોંગ્રેસે કુલ 18 મુદ્દાઓને આવરી લઇ મેનીફેસ્ટો રાજુ કર્યો છે જેમાં ખેડૂતાનો દેવા માફ કરવા કરવામાં, રૂ.3000 સુધીનું બેરોજગારી ભથ્થું, રૂ. 500માં ગેસ સિલિન્ડર, લોકોને 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપવી, દીકરીઓને કે.જી થી માંડીને પી.જી. સુધીના શિક્ષણ માટે સંપૂણ ફી માફી વગેરેનો સમાવેશ થાય છે.
અશોક ગેહલોતે કોંગ્રેસ પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. આ પ્રસંગે રઘુ શર્મા, જગદીશ ઠાકોર,દીપક બાબરીયા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડીયા,પવન ખેરા, અમી યાજ્ઞિક, અમિત ચાવડા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

કોંગ્રેસના મેનીફેસ્ટોમાં સમાવિષ્ટ મુખ્ય મુદ્દાઓ:
1.ગુજરાતની ગૃહિણીઓને રૂ.500ના ભાવે ગેસ સિલિન્ડર
2. વીજ બીલમાં રાહત માટે 300 યુનિટ સુધીના વપરાશ પર વીજળી ચાર્જ માફ
3. સરકારી – અર્ધ સરકારી સંસ્થાઓમાં 10 લાખ ખાલી જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા હાથ ધરાશે.
4. બેરોજગાર યુવક-યુવતીઓને મહિને 3,000/- સુધીનું બેરોજગારી ભથ્થુ મળશે.
5. ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ લેબર કે આઉટસોસિંગના બદલે કાયમી નોકરી.
6. દસ વર્ષથી કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ અને ફિક્સ પગારપર કામ કરનારાઓને કાયમી કરાશે.
7. દીકરીઓને કેજી થી પી.જી સુધીના શિક્ષણ માટે સંપૂર્ણ ફી માફી.
8. ઇત્તર પ્રવૃત્તિના નામે લેવાતી ઊંચી શિક્ષણ ફી અને ડોનેશન્સ પર પ્રતિબંધ

9.3000 નવી સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરુ કરાશે

10.સરકારી કર્મચારીઓ માટે જુની પેંશન યાેજના લાગુ થશે

11. ખેડૂતોનું રૂ.3 લાખ સુધીનું દેવું અને વીજળી બીલ માફ

12. દધ ઉત્પાદકોને પ્રતિ લીટર રૂ. 5 ની સબસડી

13. દરેક ગુજરાતી માટે રૂ.10 લાખ સુધીની સારવાર મફત
14.કિડની, લીવર અને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ  મફત
15. દવાઓ મફત

RELATED ARTICLES

Most Popular