કોંગ્રેસના નેતા ભાન ભૂલ્યા.. પોલીસકર્મીને કોલર પકડીને ખેંચ્યો, વીડિયો વાઇરલ

ટૉપ ન્યૂઝ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડી સતત પૂછપરછ કરી રહી છે. આને લઇને નારાજ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દેશભરમાં કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનને જોતા તમામ રાજ્યોમાં ભારે પોલીસબળ તૈનાત કરવામાં આવ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીની શરમજનક હરકત કેમેરામાં કેદ થઇ ગઇ છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ હૈદરાબાદમાં વિરોધ પ્રદર્શન દરમિયાન એક પોલીસકર્મીને કોલર પકડીને ખેંચ્યો હતો. પોલીસકર્મી તેમને પાછળ હટવાનું કહી રહ્યો હતો, પણ રેણુકા ચૌધરી તેમની વાત સાંભળવા તૈયાર નહોતા. હવે આ મામલે ભાજપ રેણુકા ચૌધરી પર આક્રમક થઇ ગઇ છે. કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરી વિરુદ્ધ તેલંગણામાં કેસ નોંધવામાં આવ્યો છે.

<

>

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.