‘Slip of tongue’: અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પત્ર લખીને માંગી માફી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વિશે કરેલી ટિપ્પણીને લઈને લેખિતમાં માફી માંગી છે. પત્રમાં નેતાએ લખ્યું હતું કે હું આપને વિશ્વાસ અપાવા માગુ છુ કે, ત્યારે મારી જીભ લપસી ગઈ હતી. હું માફી માગુ છું અને આપને આ આ માફી સ્વીકાર કરવા માટે અનુરોધ કરુ છું.
નોંધનીય છે કે અધીર રંજન ચૌધરીએ ગઈ કાલે એટલે કે ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સાંસદ ભવનમાં રાષ્ટ્રપત્ની તરીકે સંબોધિત કર્યા હતાં અને તેમના આ નિવેદનને કારણે ભાજપ નેતાઓ આકરા પાણીએ છે. જોકે, બાદમાં ચૌધરીએ પોતાની ભૂલની લેખિતમાં માંફી માગશે એવું જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.