કોંગ્રેસનો હલ્લા બોલ: પ્રિયંકા ગાંધી બેરિકેડ કૂદીને આગળ વધ્યા, દિલ્હી પોલીસે બળજબરી પૂર્વક અટકાયત કરી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કોંગ્રેસ મોંઘવારી અને બેરોજગારી સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહી છે. દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને કસ્ટડીમાં લીધા છે. તેમના ઉપરાંત શશી થરૂર, અધીર રંજન ચૌધરી, દિગ્વિજય સિંહ અને ગૌરવ ગોગોઈ સહિત કોંગ્રેસ સાંસદોની પણ અટકાયત કરવામાં આવી છે..
ત્યારે પ્રિયંકા ગાંધી સુરક્ષા કોર્ડન તોડીને આગળ વધ્યા છે. જોકે પોલીસે તેમને અટકાવ્યા હતા. તેઓ રસ્તા પર બેસી ગયા હતા. દિલ્હી પોલીસે તેમને સમજાવવા પ્રયત્નો કર્યા હતા પરંતુ તેઓ માનવા તૈયાર થયા ન હતા અંતે પોલીસે તેમની ટીંગાટોળી કસ્ટડીમાં લીધા છે. જેનો કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે.

“>

પોલીસે પ્રિયંકા ગાંધીને રોકવા માટે બેરિકેડ લગાવ્યા હતા, પરંતુ પ્રિયંકા ગાંધી કૂદીને આગળ વધી ગયા હતા. પ્રિયંકા ગાંધી રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા.

“>

જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે આવનારા સમયમાં ભાજપ આ દેશના બંધારણને પણ નષ્ટ કરીને ધાર્મિક દેશ બનાવશે. તમે જે ત્રિરંગો ગર્વથી ફરકાવો છો તેની જગ્યાએ કેસરી ધ્વજ આવશે. જે રીતે જમ્મુ-કાશ્મીરનું બંધારણ અને ધ્વજ છીનવાઈ ગયો હતો તે રીતે તેઓ આ દેશના બંધારણ અને ત્રિરંગાને બદલી નાખશે.
કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદે કહ્યું કે, આ દેશના લોકો પર જે હુમલા થઈ રહ્યા છે તેની સામે અમે લડી રહ્યા છીએ. આ લડાઈ લાંબી છે અને અમે લડતા રહીશું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.