કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ફરી એકવાર કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. પ્રિયંકા ગાંધીએ પોતે ટ્વીટ આ માહિતી આપી હતી. તેણે ટ્વીટ કરીને લખ્યું કે આજે કોવિડનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે (ફરીથી!). હું ઘરે જ આઇસોલેશન રહીશ અને તમામ પ્રોટોકોલનું પાલન કરીશ.
આ પહેલા પ્રિયંકા ગાંધીને જૂનમાં પણ કોરોના થયો હતો. તે વખતે પણ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. તે સમયે પ્રિયંકા ગાંધી પહેલા સોનિયા ગાંધી અને કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલને પણ કોવિડ થયો હતો. જૂનમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી નેશનલ હેરાલ્ડ કેસ સંબંધિત મની લોન્ડરિંગના આરોપોની તપાસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થઈ શક્યા ન હતા.
નોંધનીય છે કે પ્રિયંકા ગાંધીએ હાલમાં જ દિલ્હીમાં મોંઘવારી અને બે રોજગારી વિરુદ્ધ કોંગ્રેસના પ્રદર્શન કાર્યકર્તાઓ સાથે ભાગ લીધો હતો. જેમાં તેમની અટકાયત પણ કરવામાં આવી હતી આ સમયે તેમણે કોરોનાનું સંક્રમણ થયું હોવાની આશંકા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયએ આપેલી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં ભારતમાં 16,047 નવા કોરોનાવાયરસના કેસ નોંધાયા છે તથા 54 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. આ સાથે દેશના અત્યાર સુધીના કોવિડ કેસની સંખ્યા વધીને 4,41,90,697 થઇ છે તથા કુલ 5,26,826 મૃત્યુ નોંધાયા છે. એક્ટીવ કેસ 24 કલાકના ગાળામાં 3,546 ઘટીને 1,28,261 થયા છે.

Google search engine