વિધાનસભામાં રાજ્ય સરકારે રોજગારી સંબંધિત આપેલી માહિતી સાથે કોંગ્રેસે અસહમતી દર્સાવી છે. કોંગ્રેસના અમદાવાદના વિધાનસભ્ય શૈલેષ પરમારે સરકારના આંકડા અને રોજગાર કચેરીના આંકડા વચ્ચે વિસંગતતા હોવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં બેરોજગારોની માહિતી સંકલિત કરીને જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ રાજ્યના 31 જિલ્લામાં શિક્ષિત બેરોજગારોની સખ્યા 2,70,922, અર્ધશિક્ષિત બેરોજગાર 12,219 મળીને કુલ 293,140 બેરોજગારો નોંધાયા છે. તેની સામે સરકારે 4,70, 444 બેરોજગારોને ખાનગી રોજગારી પુરી પાડવાનો દાવો કર્યો છે. પરંતુ સરકારી રોજગારી કચેરી દ્વારા મળેલી માહિતી પ્રમાણે સરકારી નોકરી કેટલાં બેરોજગારોને મળી તેની માહિતી કચેરી પાસે ઉપલબ્ધ ન હતી તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસે સરકારના આંકડા સામે વિરોધ નોંધાવ્યો છે અને તેમાં વિસંગતતા હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે માત્ર કોંગ્રેસ નહીં, ગુજરાતમાં રોજગારી મામલે સૌ કોઈ ત્રસ્ત છે. સરકારી નોકરીઓમાં ભરતીના જાહેરાતો થાય છે અને તે બાદ પરીક્ષાના દિવસે પેપર ફૂટી જાય છે અને લાખો પરીક્ષાર્થીઓ વિલા મોઢે ઘરે પાછા જાય છે. યુવાનોમાં આ મામલે ભારે રોષ છે.
ખાનગી ક્ષેત્રે રોજગારી આપવામાં સરકાર સફળ બની હોય તેમ બની શકે, પરંતુ સરકારી નોકરી આપવામાં સરકાર નિષ્ફળ બની હોય તેવા આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષકો, લોક રક્ષક, વિવિધ સવર્ગના ક્લાર્કની ભરતી માટે આયોજન કરવામાં આવ્યુ છે.
કોંગ્રેસનો આક્ષેપ છે કે, રાજ્ય સરકાર પોતાના કચેરીમાં કોન્ટ્રાક્ટ આધારે ભરતી કરે છે તે પ્રથા બંધ કરવામાં આવે અને નિયમ મુજબ નિયમિત ભરતી કરવામાં આવે. વિધાનસભાની ચૂંટણી સમયે સરકારે મોટા વાયદા કર્યા હતા, પરંતુ ચૂંટણી પૂરી થયા બાદ સરકારી રોજગારી ઊભી કરવા મામલે સરકારે ઉદાસનતા દાખવી હોવાનો આક્ષેપ માત્ર કોંગ્રેસ જ નહીં, પરંતુ ચોમેરથી થઈ રહ્યો છે.
કેટલા રોજગાર આપ્યાઃ સરકારના આંકડા સાથે કોંગ્રેસને વાંધો
RELATED ARTICLES