ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચુક્યું છે. પ્રથમ તબક્કા માટે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષીણ ગુજરાતમાં સરેરાશ ઓછું મતદાન જોવા મળ્યું છે. પ્રથમ તબક્કામાં 63.14 ટકા મતદાન નોંધાયું છે. હવે 5મી તારીખે બીજા તબક્કાનું મતદ્દન થવાનું છે ત્યારે કોંગ્રેસે મહત્વનો દાવ ખેલ્યો છે. કોંગ્રેસ આખરે જ્ઞાતિ કાર્ડ રમ્યું છે.
કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે જો ગુજરાતમાં કોંગ્રેસ સરકાર રચાઈ તો ઠાકોર સમાજનો વ્યક્તિ મુખ્યપ્રધાન બનશે. આ ઉપરાંત કોંગ્રેસની સરકારમાં એક-બે નહિ, પરંતુ ત્રણ ઉપ મુખ્યપ્રધાન હશે, જે SC, ST અને અલ્પસંખ્યક સમુદાયમાંથી હશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ગુજરાતના ઓબ્ઝર્વર અશોક ગેહલોતની મીટિંગ બાદ આ નિર્ણયો લેવાયો છે.
પ્રથમ તબક્કામાં થયેલા ઓછા મતદાનને કારણે ભાજપને ફટકો પડે એવી શક્યતા છે, ત્યારે બીજા તબક્કા માટે કોંગ્રેસ વધુને વધુ મત કબજે કરવા ઈચ્છે છે. સૌરાષ્ટ્ર અને સુરતમાં મોટા પ્રમાણમાં પાટીદાર મતદારો હોવાથી કોંગ્રેસે આ વાતની જાહેરાત પ્રથમ તબક્કાના મતદાન બાદ કરી છે જેથી પાટીદાર મતદારો નારાજ થઇ પક્ષ વિરુદ્ધ મતદાન ન કરે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાં મોટી સંખ્યામાં OBC મતદારો હોવાથી એમને આકર્ષવા કોંગ્રેસ OBC સમાજના વ્યક્તિને મુખ્યપ્રધાન બનવવાની જાહેરાત કરી છે. ST,SC અને અલ્પસંખ્યક સમુદાય વર્ષોથો કોંગ્રેસની કમિટેડ વોટ બેંક છે આથી આ સમાજ માંથી એક એક નાયબ મુખ્યપ્રધાન બનાવવાની જાહેરાત કરાઈ છે.
કોંગ્રેસની આ જાહેરાતની બીજા તબક્કાના મતદાન પર શું અસર થશે એ જોવું રહ્યું.
કોંગ્રેસે પત્તું ફેંક્યું: સરકાર બનશે તો આ સમાજના મુખ્યપ્રધાન અને ત્રણ ઉપ મુખ્યપ્રધાન હશે
RELATED ARTICLES