કોંગ્રેસે પરવાનગી વિના આઝાદી ગૌરવ યાત્રા કાઢી: પ્રિયંકા ગાંધીએ કહ્યું- આજે રાજનીતિની વાત નહીં કરીએ, આજે ફક્ત દેશ વિશે વાત થશે

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

Delhi: મોંઘવારી-ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ પાર્ટી આક્રમક વલણ અપનાવી રહી છે. આઝાદીની 76માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે કોંગ્રેસ પાર્ટીએ દિલ્હીમાં ‘આઝાદી ગૌરવ પદયાત્રા’ કાઢી હતી. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે પાર્ટીના દિગ્ગજ નેતાઓએ સૂત્રોચ્ચાર કરતા કોંગ્રેસ મુખ્યાલયથી પદયાત્રા શરુ કરી હતી. પદયાત્રા કોંગ્રેસ મુખ્યાલયથી ‘30 જાન્યુઆરી માર્ગ’ પર પહોંચી, જ્યાં મહાત્મા ગાંધી શહીદ થયા હતા. ત્યાં રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના તમામ નેતાઓએ બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રદ્ધાંજલિ બાદ પદયાત્રાનું સમાપન થયું હતું.
નોંધનીય છે કોંગ્રેસ પાર્ટીએ આ રેલી કાઢવા માટે પોલીસની પરવાનગી માંગી હતી, પરંતુ પોલીસે તેમને રેલી કાઢવાની મંજૂરી આપી ન હતી. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પરવાનગી વગર રેલી કાઢી હતી.
નોંધનીય છે કે આજે સ્વતંત્રતા દિવસે દેશને સંબોધતા વડાપ્રધાન મોદીએ પરિવારવાદ પર પ્રહારો કર્યા હતા. આ અંગે પ્રિયંકા ગાંધીને પૂછતાં તેમણે વડપ્રધાન મોદીએ કરેલા ભાષણ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું- આજે સ્વતંત્રતાની વર્ષગાંઠ છે. આજે આપણે રાજકારણ વિશે વાત નહિ કરીએ. આજે ફક્ત દેશ વિશે વાત થશે.

“>

પદયાત્રામાં પ્રિયંકા ગાંધી હાથમાં ત્રિરંગો લઈ આગળ ચાલ્યા હતા. G23 ના નેતાઓ, ગુલામ નબી આઝાદ અને આનંદ શર્મા પણ આ પદયાત્રામાં હાજર રહ્યા હતા. લાંબા સમય પછી ગુલામ નબી આઝાદ રાહુલ સાથે જોવા મળ્યા હતા.
મહાત્મા ગાંધીને તેમની શહાદત સ્થળ પર શ્રદ્ધાંજલિ આપ્યા પછી, ત્યાં એકઠા થયેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ દેશની અખંડિતતા અને વિકાસ માટે કામ કરવાનો સંકલ્પ લીધો હતો. સાથે સાથે કોંગ્રેસની નીતિઓ પર ચાલવા અને દેશને નફરત, જાતિ-ધર્મ-ભાષાના ભેદભાવથી વહેચાવા ન દેવાના શપથ લેવામાં આવ્યા હતા.
અગાઉ સોનિયા ગાંધીએ દેશવાસીઓને પત્ર જારી કર્યો હતો. જેમાં સ્વતંત્રતા દિવસના અભિનંદન આપતા કેન્દ્ર સરકાર ઘેરવામાં આવી હતી. સોનિયા ગાંધીએ લખ્યું હતું કે, ગાંધી-નેહરુ-પેટેલ-આઝાદ જેવા મહાન રાષ્ટ્રીય નેતાઓને અસત્યતાના આધારે કઠોરામાં ઉભા કરવા પ્રયાસનો કોંગ્રેસ ભારપૂર્વક વિરોધ કરશે. કેન્દ્ર સરકાર દેશની ભવ્ય સિદ્ધિઓ તુચ્છ સાબિત કરવા માટે કામ કરી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.