કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન: કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની અટકાયત, કોંગ્રેસ કાર્યકર્તાઓએ ટાયર સળગાવી હાઈવે જામ કર્યા

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Ahmedabad: ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસે ઉગ્ર વિરોધ શરુ કર્યો છે. મોઘવારી અને બેરોજગારીને લઈને આજે શનિવારે કોંગ્રેસે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. સવારે 8થી 12 કલાકનું સાંકેતિક રીતે ગુજરાત બંધની પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ જગદીશ ઠાકોરે જાહેરાત કરી છે. ત્યારે આજે સવારથી જ પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકરો પોતાના વિસ્તારમાં બંધ પાળવા માટે નીકળી ગયા છે. અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની અટકાયત કરાઈ છે.
અમદાવાદમાં NSUIના કાર્યકરોએ AMTS બસ અને ઇન્ડિયન ઓઇલની ટ્રક રોકી હતી. આંકલાવ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો દ્વારા વાસદ બગોદરા હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ હાઈવે પર ટાયરો સળગાવ્યા હતાં. પોલીસે ચક્કાજામ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી છે.
કોંગ્રેસ કાર્યકર્તાઓએ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાનો સ્ટેટ હાઇવે જામ કર્યો હતો. ત્યારે કોંગ્રેસ દ્વારા વાપી શામળાજી હાઇવે પર ટાયરો સળગાવી બંધ કરાયો હતો. આ ઉપરાંત ભરૂચ-દહેજ માર્ગ ઉપર ટાયરો સળગાવી કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. હાઈવે બંધ કરાતા વાહન ચાલકો હેરાન થઇ રહ્યા હતા.
પાટણ વિધાનસભ્ય સહિત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો શહેરના મેઇન બજાર સહિતના કોમ્પ્લેક્સની દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા. ત્યારે શહેરના હિંગળાચાચર ચોકમાં દુકાનદાર અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે દુકાન બંધ કરવા મામલે ઉગ્ર બોલા ચાલી થઈ હતી.
NSUIના કાર્યકરોએ સવારથી અમદાવાદ શહેરમાં સી.યુ. શાહ, સેન્ટ ઝેવિયર્સ, સોમલલિત, એલ.ડી આર્ટ્સ સહિતની કોલેજો બંધ કરાવી હતી. ગુજરાત યુનિવર્સિટી પણ બંધ કરાવાઈ હતી. અમદાવાદમાં પોલીસે દુકાનો બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી

1 thought on “કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન: કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની અટકાયત, કોંગ્રેસ કાર્યકર્તાઓએ ટાયર સળગાવી હાઈવે જામ કર્યા

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.