Homeઆપણું ગુજરાતકોંગ્રેસે 37 ઉમેદવારની અંતિમ યાદી જાહેર કરીઃ આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

કોંગ્રેસે 37 ઉમેદવારની અંતિમ યાદી જાહેર કરીઃ આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ કોંગ્રેસે બાકી રહેલા 37 ઉમેદવારના નામ ફોર્મ ભરવાના છેલ્લા દિવસના લગભગ 23 કલાક પહેલા જાહેર કર્યા હતા. આ યાદીમાં ઘણી મહત્વની બેઠકોનો સમાવેશ થાય છે.
કોંગ્રેસે કુલ 179 બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ત્રણ બેઠક પર કોંગ્રેસે એનસીપી સાથે ગઠબંધન કર્યું છે.
કોંગ્રેસની બુધવારે સાંજે બહાર પડેલી યાદીમાં પાલનપુર- મહેશ પટેલ, દિયોદર- શિવાભાઈ ભૂરિયા, કાંકરેજ- અમૃતભાઈ ઠાકોર, ઊંઝા- અરવિંદ પટેલ, વિસનગર- કિરિટ પટેલ, બેચરાજી- ભોપાજી ઠાકોર, મહેસાણા- પીકે પટેલ, ભિલોડા- રાજુ પારઘી, બાયડ- મહેન્દ્ર સિંહ વાઘેલા, પ્રાંતિજ- બહેચરસિંહ રાઠોડ
દહેગામ- વખતસિંહ ચૌહાણ, ગાંધીનગર નોર્થ- વિરેન્દ્રસિંહ વાઘેલા, વિરમગામ- લાખાભાઈ ભરવાડ, સાણંગ- રમેશ કોળી, નારણપુરા- સોનલબેન પટેલ, મણિનગર- સીએમ રાજપૂત
અસારવા- વિપુલ પરમાર, ધોળકા- અશ્વિન રાઠોડ, ધંધુકા- હરપાલસિંહ ચુડાસમા
કંભાત- ચિરાગ પટેલ, પેટલાદ- ડો. પ્રકાશ પરમાર, માતર- સંજય પટેલ, મહેમદાવાદ- જીવાસિંહ ગડાભાઈ, ઠાસરા- કિરિટબાઈ પરમાર, કપડવંજ- કાળુભાઈ ડાભી, બાલાસીનોર- અજીતસિંહ ચૌહાણ, લુણાવાડા- ગુલાબ સિંહ, સંતરામપુર- ગેંદલભાઈ ડામોર, શેહરા- કતુભાઈ પાગી
ગોધરા- રશ્મિતાબેન ચૌહાણ, કલોલ- પ્રભાત સિંહ, હાલોલ- રાજેન્દ્ર પટેલ, દાહોદ- હર્ષદભાઈ નિંનામા, સાવલી- કુલદીપ સિંહ રાઉજી, વડોદરા શહેર- ગુણવંતરાય પરમાર, પાદરા- જસપાલ સિંહ પઢિયાર, કરજણ- પ્રિતેશ પટેલનો સમાવેશ થાય છે.
આજે બીજા તબક્કાની ચૂંટણીના નામાંકનનો છેલ્લો દિવસ છે.

RELATED ARTICLES

Most Popular