કન્હૈયાલાલ હત્યાંકાંડ મામલે કોંગ્રેસનો દાવો! આરોપી રિયાઝનું ભાજપ સાથે કનેકશન, ભાજપે પણ આપી પ્રતિક્રિયા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

Udaipur: ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની બે મુસ્લિમ યુવકો દ્વારા કરવામાં આવેલી હત્યા મામલે નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસે (Congress) કન્હૈયાલાલની હત્યાના મુખ્ય આરોપી રિયાઝ અટારીનું કનેક્શન ભાજપના નેતાઓ સાથે જોડ્યુ છે.
કોંગ્રેસના પ્રવકતા પવન ખેડાએ પ્રેસ કોન્ફ્રેન્સ કરીને દાવો કર્યો છે કે રિયાઝ અટારી રાજસ્થાનમાં ભાજપના કદાવર નેતા અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન ગુલાબ ચંદ કટારિયાના અનેક કાર્યક્રમોમાં સામેલ થયો હતો.
એમણે કહ્યું હતું કે રિસર્ચ કરવા પર ખબર પડી કે Facebook પર ભાજપ (BJP)ના નેતા ઇરશાદ ચૈનવાલાએ 30મી નવેમ્બર 2018ના રોજ એક પોસ્ટ કરી હતી અને તેમાં તેમણે રિયાઝને પાર્ટીના કાર્યકર્તા ગણાવ્યો હતો.
પવન ખેડાએ કહ્યું હતું કે ઇરશાદ જ નહીં, વધુ એક ભાજપના નેતા મોહમ્મદ તાહિરે પણ અનેક વખત ફેસબુક પોસ્ટ કરીને રિયાઝને પાર્ટીનો કાર્યકર્તા ગણાવ્યો હતો. પવન ખેડાએ ભાજપને ઘેરવાનો પ્રયત્ન કરતા કહ્યું હતું કે કેન્દ્રએ NIA (National Investigating Agency) ની તપાસની વાત કરી અને અમારા મુખ્યપ્રધાને તરત તેનું સ્વાગત કર્યું, પણ હવે જે વાતો સામે આવી રહી છે તેને જોઇને અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. પવન ખેડાએ કહ્યું હતું કે શું ભાજપની કેન્દ્ર સરકારે (central Government) આ જ કારણથી ડરીને ઉતાવળે NIAને આ કેસ સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો? આ દેશની અખંડતાનો મામલો છે અને ભાજપે જવાબ આપવો પડશે.
જોકે, આ મામલે ભાજપ નેતા ગુલાબચંદ કટારિયાએ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આરોપોની સફાઈ આપતાં જણાવ્યું હતું કે, ભાજપના અલ્પસંખ્યક વિંગના કાર્યક્રમમાં સામેલ થવું એ કોઈ અપરાધ નથી. મારા નિયંત્રણમાં નથી કે આ આયોજનમાં કોણ મારા સાથે ફોટો પડાવે છે. તો પણ કોઈને લાગે છે કે મેં ગુનો કર્યો છે તો મારા વિરુદ્ધ કેસ દાખલ કરે. ફોટો પડાવવો અપરાધ હોય તો મારા વિરુદ્ધ કાર્યવાહી કરે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.