મુંબઈગરાની મદદે આરટીઓ, ભાડું નકારનારા ટેક્સી વાળા સામે કોલ મેસેજ કરી ફરિયાદ કરી શકાશે

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

દક્ષિણ મુંબઇના ટેક્સી સુવિધાનો વપરાશ કરતા મુસાફરો માટે કામના સમાચાર છે. હવે જો ટેક્સી ડ્રાઇવરો ટૂંકા અંતર માટે મુસાફરી કરવાનો ઇનકાર કરે છે, તો તમે સીધા જ તારદેવ આરટીઓ દ્વારા રચાયેલી વિશેષ ટીમોને કૉલ કરી શકો છો. તારદેવ આરટીઓએ શહેરમાં ગેરરીતિ આચરનારાઓને ઝડપી પાડવા માટે એક વિશેષ ટીમની રચના કરી છે. આને કારણે હવે ટેક્સી ડ્રાઇવરોની મનમાની પર લગામ લાગે એવી શક્યતા છે.

હવેથી ટૂંકા અંતરની સવારી નકારતા ટેક્સી ડ્રાઇવરોની ફરિયાદ તુરંત જ તારદેવ આરટીઓની વિશેષ ટીમને કોલ અથવા મેસેજ દ્વારા કરી શકાશે. ગત 12 દિવસમાં આવા 19 ડ્રાઈવરોને આરટીઓએ નોટિસ પણ મોકલી છે.

તારદેવ આરટીઓએ મનમાની કરતા ટેક્સી ડ્રાઇવરોને ઝડપી પાડવા માટે એક વિશેષ ટીમની રચના કરી છે. આ ટીમના સભ્યો રેલવે સ્ટેશનો, બજાર જેવી ભીડવાળી જગ્યાની મુલાકાત લે છે. તેમને વિશેષ તાલીમ આપવામાં આવી છે. અને તેમના માટે કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. ટેક્સી ડ્રાઇવર જો ગેરવર્તન કરે કે વધુ ભાડું ઉઘરાવે, ટૂંકા અંતરનું ભાડું નકારે તો પ્રવાસીઓ 90762010101 નંબર પર સવારે સાતથી સાંજે સાત વાગ્યા સુધી સંપર્ક કરી શકે છે. સાંજે 7 વાગ્યા પછી પણ મુસાફરો તે જ નંબર પર વોટ્સએપ અથવા ટેક્સ્ટ મેસેજ દ્વારા ફરિયાદ કરી શકે છે. ત્યારબાદ તેઓ mh01taxicomplaint@gmail.com પર ઇમેલ પણ કરી શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.