આહારથી આરોગ્ય સુધી – હર્ષા છાડવા

દરેક મનુષ્યના જીવનમાં ત્રણ ચીજોની અત્યંત આવશ્યકતા હોય છે. સ્વસ્થ જીવન, સુખી જીવન અને સન્માનિત જીવન. સુખનો આધાર સ્વાસ્થ્ય છે. સ્વાસ્થ્યનો આધાર છે યથાયોગ્ય આહાર-વિહાર અને વિવેકપૂર્વકનું વ્યવસ્થિત જીવન. બાહ્ય ચમક-દમક તરફ વધારે આકર્ષિત થઇને આપણે પ્રકૃતિથી દૂર થતા જઇ રહ્યા છીએ. પરિણામે શરીર રોગોનું ઘર બનતું જાય છે.
ખાદ્ય-પદાર્થોની આકર્ષિત જાહેરાતો લોકોને ગેરમાર્ગે દોરે છે. ઘાતક રસાયણો (કેમિક્લ) નાખી તેને ટકાઉ બનાવીને વધુ નફો મેળવે છે. (જેને ફોલ્સ માર્કેટિંગ કહે છે).
આજે મારે રિફાઇન્ડ તેલ R.B.D. (Refind-Bleached and Deodorized oil) વનસ્પતિ ઘી H.V.O. (હાઇડ્રોજનેટ vanaspati oil Margarine (માર્ગરીન) વગેરે રાસાયણિ (કેમિકલ) પ્રક્રિયા દ્વારા કેવી રીતે બનાવવામાં આવે છે, તે જણાવવું છે.
ખાવા યોગ્ય ઘાણીનું તેલ કે ફિલ્ટર તેલ છે. પણ આ વધુ સમય સુધી ટકતું નથી. કંપનીઓ તેલને વધુ સમય સુધી ટકાવવા અને નફો મેળવવા તેનાં ઘાતક કેમિકલનો ઉપયોગ કરી રહી છે.
રિફાઇન્ડ તેલ એ કુદરતી તેલનુંં પ્રોસેસ્ડ સ્વરૂપ છે, જે લાંબા સમય સુધી શેલ્ફ લાઇફ સાથે ગંધ અને સ્વાદમુક્ત તેલ જેવી ગ્રાહકની અપેક્ષા પૂર્ણ કરવા માટે અસંખ્ય રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. તેલને હાઇડ્રોજનેશનની પ્રક્રિયાને આધિન કરવામાં આવે છે. રાસાયણિક પ્રક્રિયાથી બનેલું તેલ શરીરના અવયવોને નુકસાનકારક અને ઝેરીલાં બનાવી દે છે.
કુદરતે આપણે પ્રાકૃતિક સીડ્સ-નટ્સ અને પ્લાંટ આપ્યા. જેમાંથી તેલ બનાવી શકાય છે. જે દબાણ પ્રક્રિયાથી બની શકે છે. જે સ્વાસ્થ્ય પ્રદ છે. જેમાં પ્રાકૃતિક રંગ, સ્વાદ અને ગંધ છે. બજારૂ રાસાયણિક તેલમાં ફેટ નથી એમ કહી ભ્રમિત કરનારા અને જૂઠાણું ફેલાવવા વાળાની વાતમાં ન આવવું. રાસાયણિક પ્રક્રિયાથી બનતા તેલો કેવી રીતે બને છે તે જાણી લ્યો.
Solvent Extraction આ પ્રક્રિયામાં Hexane જે કલરલેસ લિકવિડ છે, જે તેલમાં વપરાય છે. આ Hexane (irradiated) muclear Puel છે. જેમાંથી પેટ્રોલિયમ જેવું બનાવવામાં આવે છે. આ પહેલા સીડમાં ઉમેરવામાં આવે છે. જેથી તેલ વધુ મળે. જે ન્યૂરોટોકિસન આનાથી નર્વસીસ્ટમ ડેમેજ થઇ જાય છે.
degumming  (ડિગામિંગ) આ પ્રક્રિયામાં ફોસ્ફોરિક એસિડ અને સાયટ્રિક એસિડ જેવા એસિડનો વપરાશ થાય છે. તેલની જે કુદરતી ચીકણાઇ છે તે કાઢી નાખવામાં આવે છે. જે આપણાં શરીર માટે જરૂરી છે. કારણ ખોરાક લપસણો બનાવી આગળ ધકેલે છે.
ફોસ્ફોરિક એસિડ તો અમેરિકામાં આના પર પ્રતિબંધ છે. કારણ કે પર્યાવરણ માટે હાનિકારક. તો સમજી લો કે આપણા શરીર માટે કેટલું હાનિકારક છે. આપણા શરીરનાં જરૂરી તત્ત્વો બાળી નાખે છે.
કોસ્ટિક વોરા-તેલને કોસ્ટિક સોડાથી ધોવામાં આવે છે. આને રાસાયણિક શાસ્ત્રમા Naoh કહેવાય છે. આનો મતલબ કે શરીરની ત્વચા ને બાળતો અને વિચારો કે શરીરની અંદરની ત્વચાને કેટલું બાળી નાખતો હશે બ્લિચિંગ આના માટે કોલસો અને કાર્યશીલ એસિડ માટી (Activatel earth) આનો વપરાશ કરી તેલનો જે કુદરતી રંગ છે તેમાં xanthophyll  અને chlorophyll કુદરતી તત્ત્વમાં antioxidant property વાળા છે. શરીરની ક્ષમતા વધારવાવાળા છે. જેનો નાશ આ પ્રક્રિયામાં થઇ જાય છે.
હાઇડ્રોજનેશન તેલને ૪૦૦ ડિગ્રી અને ૬૦૦ ડિગ્રીથી ગરમ કરવામાં આવે. તેમાંથી હાઇડ્રોજન ગેસ પસાર કરવામાં આવે એના માટે નિકલ (નિકલફોરમેટ) જેવી ઘાતક રસાયણ અને ધાતુની મદદ લેવામાં આવે છે. હાઇડ્રોજન ઉમેરીને ઘન ચરબીમાં ફેરવાય છે. પરિણામે તેલમાં ટ્રાન્સ ફેટનું વધુ ઉત્પાદન થાય છે. જે પ્રતિકુળ અસર કરે છે. આમ તેલ ઓક્સિડાઇઝ થાય છે અને રેસીડ બની જાય અને તેલમાંની ઘણી બધી ગુણવતા (property) નષ્ટ થઇ જાય છે. તેલ ઝેરી બની જાય છે.
આવી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાથી રિફાઇન્ડ તેલ બનાવવામાં આવે છે. ઑસ્ટ્રેલિયામાં રિફાઇન્ડ તેલ પર તો પ્રતિબંધ છે. શરીર પર હાનિકારક અસર થાય છે. જેમ કે આ તેલના સેવનથી ડાયાબિટીમેલીવ્સ મેદસ્વીતા કે સ્થૂળતા કે ચરબીનું વધવું સોયરાસિસ, જઠરના રોગ, ટ્રાયગ્લીસરાઇડનું વધવુ. રોગપ્રતિકારક શક્તિનો નાશ થવો. હૃદયમાં લોહીનો પ્રવાહ ઓછો થાય છે. ફાયદાકારક એચ.ડી.એલ. કોલેસ્ટ્રોલ ઘટાડે છે. છાતીમાં દુ:ખાવો (એન્જાઇના), શ્ર્વાસ લેવામાં તકલીફ થાય છે. કોરોનરી ધમની બીમારીના ચિહ્નો અને લક્ષણો થઇ શકે છે. જો પ્લેક ફાટી જાય તો મગજમાં રક્ત પુરવઠામાં અવરોધ ઊભો કરે છે. જેના કારણે સ્ટ્રોક આવે છે. ગળાની બળતરા થવી,એસીડીટી થવી.
ઓમેગા 6 અને ઓમેગા 3 એ મગજના વિકાર હાર્મોન ઉત્પાદન સેક્યુલર આરોગ્ય અને રોગપ્રતિકારક તેલ માટે જરૂરી ચરબી છે. આ ચરબી યોગ્ય સંતુલનમાં હોવી જરૂરી છે.
ઓમેગા3 અને 6 નો સાચો ગુણોત્તર ૧-૪થી ૧-૨ છે. કમનસીબે રિફાઇન્ડ તેલનો રેશિયો લગભગ ૨૦.૧ નજીકનો છે. સંશોધકોએ શોધી કાઢયું કે ઓમેગા ૬ નું વધુ પડતુ સેવન શરીર પર હાનિકારક અસર કરે છે. જે આંતરડાની બળતરા અને કોલાઇટીસ જેવી બીમારી થાય છે. તેમ જ આ રિફાઇન્ડ તેલ કે વનસ્પતિથી કાર્સિનોજેનીક (કેન્સર)ની અસર થાય છે.
રિફાઇન્ડ તેલ હજુ વધુ રાસાયણિક પ્રક્રિયા કરીને વનસ્પતિ ઘી કે માર્ગરીન ડે સ્પ્રેડ બનાવવામાં આવે છે-જે વધુ હાનિકારક છે.
ઘણા લોકો કહે છે કે અમે રિફાઇન્ડ તેલ કે વનસ્પતિ ઘી નથી ખાતા તો આવી બીમારી કેમ? પણ તે જાણતા નથી કે બિસ્કિટ, કેક, બ્રેડ, આઇસ્ક્રીમ, ખારી, ટોસ્ટ, બટર, ચોકલેટ, સમોસા, નાન ખટાઇ, ફરસાણ લગ્નમાં પૂરી, જલેબી, ગુલાબજાંબુ વગેરે ખાઇ લીધું એટલે રિફાઇન્ડ તેલ કે વનસ્પતિ ઘી પેટમાં પધરાવી દીધું.
ડૉક્ટરો અને હકીમો જે અંગ્રેજો પાસેથી જ્ઞાન કે મોટી ડિગ્રી લઇ આવેલા લોકોમાં ફેકટરી કે રેડીમેડ ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કેવી રીતે થાય છે તેનું જ્ઞાન નથી તો સામાન્ય જનતાની શું વાત કરવી?
ટીવી અને રેડિયો જેવા સરકારી પ્રસાર માધ્યમો પણ આ બધા ખાદ્ય-પદાર્થની જાહેરાત કરે છે અને હજુ વધુ જોઇએ તો જાહેરાતમાં સિનેમા કલાકાર, ક્રિકેટના ખેલાડીઓ આ બધા ખાદ્ય પદાર્થોની જાહેરાત દ્વારા પ્રચાર કરે છે. જેથી લોકો વધુ ભમ્રિત થાય છે.
કુદરતી સ્વરૂપોમાંથી ઉદ્યોગો દ્વારા રૂપાંતરિત ટ્રાન્સ સ્વરૂપો હોય કે પછી માનવ શરીર દ્વારા વિકૃત રૂપાંતરિત સ્વરૂપો હોય તે સઘળાં સ્વાસ્થ્ય માટે ઉપદ્રવી અથવા હાનિકારક જ હોય છે. આપણી માનસિક સ્થિતિ મજબૂત કરી આવા હાનિકારક પદાર્થોના બહિષ્કાર કરવો જોઇએ.
એટલું જાણી લ્યો કે આપણા રસોડામાં ફિલ્ટર તેલ કે ઘાણીના તેલનો વપરાશ હોવો જોઇએ. શુદ્ધ ઘી જે મલાઇમાં મેરવણ નાખી. દહીં બનાવી પછી તેને મથી કે વલોવીને માખણ બને એ તેમાંથી ઘી એ જ શુદ્ધ ઘી છે. માર્કેટમાં મળતું ડબ્બા પેક ઘીમાં પણ ૩૩ ટકા વનસ્પતિ ઘી નાખવાનો સરકારી છૂટ છે. તો પ્રત્યક્ષ તે અપ્રત્યક્ષ રીતે આપણા પેટમાં વનસ્પતિ ઘી કે ટ્રાન્સ ફેટ જતી હોય છે.

Google search engine