Homeઆમચી મુંબઈમહારાષ્ટ્ર વિધાનસભામાં હંગામો

મહારાષ્ટ્ર વિધાનસભામાં હંગામો

દિશા સાલિયાન મૃત્યુ કેસની એસઆઈટી તપાસની જાહેરાત – આદિત્ય ઠાકરે કેસમાં
સંડોવાયા હોવાનો આક્ષેપ – સભાપતિ માટે અપશબ્દોનો ઉપયોગ: જયંત પાટીલ સસ્પેન્ડ – વારંવાર ગૃહની કાર્યવાહી ખોરવાઈ

નાગપુર: મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ગુરુવારે ભારે ધમાલ જોવા મળી હતી. દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપુતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુની વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) તપાસ કરવાની માગણી કરતાં સત્તાધારી અને વિપક્ષી વિધાનસભ્યો વચ્ચે ધમાલ જોવા મળી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ૨૮ વર્ષની દિશા સાલિયાને મલાડમાં આવેલી બહુમાળી ઈમારત પરથી કૂદકો મારીને ૮ જૂન, ૨૦૨૦ના રોજ આત્મહત્યા કરી હતી. ત્યારબાદ ૨૪ જૂન, ૨૦૨૦ના રોજ મુંબઈમાં સુશાંત સિંહ રાજપુતે આત્મ હત્યા કરી હતી.
ભાજપના વિધાનસભ્યોએ એવી માગણી કરી હતી કે દિશા સાલિયન કેસમાં પોલીસ તપાસની માગણી કરતાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષના નેતા અને વિધાનસભ્ય આદિત્ય ઠાકરે પર નિશાન તાક્યું હતું.
બુધવારે લોકસભાના સભ્ય રાહુલ શેવાળેએ એવું સૂચન કર્યું હતું કે રાજ્યમાં પ્રિસ્ક્રિપ્શન વગર વેચાઈ રહેલા કફ સિરપ પર નિયંત્રણ લાવવું જોઈએ અને તેમાંથી સુશાંત સિંહ રાજપુતની કથિત આત્મહત્યાનો મુદ્દો ઉપસ્થિત થયો હતો. તેઓ સંસદમાં બોલી રહ્યા હતા અને તેમણે સુશાંત સિંહની કથિત આત્મહત્યા બાબતે તપાસ કરી રહેલી સીબીઆઈની પ્રગતિની વિગતો માગી હતી. ભાજપના વિધાનસભ્ય પ્રવીણ દરેકરે આ જ મુદ્દો મહારાષ્ટ્રની વિધાન પરિષદમાં ઉપસ્થિત કર્યો હતો. ઉપાધ્યક્ષ નીલમ ગોરે (શિવસેનાના ઉદ્ધવ જૂથના વિધાનસભ્ય)એ આ પોઈન્ટ ઓફ ઈન્ફર્મેશનને ઉપસ્થિત કરવાની પરવાનગી નકારતાં કહ્યું હતું કે લોકસભાના મુદ્દા વિધાનસભામાં ઉઠાવી શકાય નહીં. આવા બિનમહત્ત્વના મુદ્દા પર ચર્ચાની પરવાનગી આપવા માટે હું અહીં નથી.
તેમની ટિપ્પણીથી ભાજપના વિધાનસભ્યો ઉશ્કેરાયા હતા અને તેમણે સૂત્રોચ્ચારો કરવાનું ચાલુ કર્યું હતું અને આ પ્રકરણની તપાસ માટે એસઆઈટી નિયુક્ત કરવાની માગણી કરી હતી. જેને પગલે નીલમ ગોરેએ ગૃહનું કામકાજ મોકૂફ રાખ્યું હતું. આ પ્રકરણે વધી રહેલી ધમાલને કારણે ગૃહની કાર્યવાહી પહેલાં પંદર મિનીટ, પછી એક કલાક, પછી અડધો કલાક પછી પાછી પંદર મિનિટ માટે ગૃહની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી.

શિંદેના ભૂખંડ પ્રકરણથી ધ્યાન હટાવવા દિશા સાલિયાન કેસમાં એસઆઈટીની તપાસ: શિવસેના
મુંબઈ: શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષના ગુરુવારે એવો આક્ષેપ કર્યો હતો કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર નાગપુરના જમીન કૌભાંડનો જે આક્ષેપ કરવામાં આવ્યો છે તેના પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે મહારાષ્ટ્ર સરકારે દિશા સાલિયાનના કેસમાં એસઆઈટી તપાસની જાહેરાત કરી છે.
શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે સુશાંત સિંહ રાજપુત અને દિશા સાલિયાને આત્મહત્યા કરી હતી તે સિદ્ધ થઈ ગયું છે ત્યારે હવે ફક્ત લોકોને ગેરમાર્ગે દોરવા માટે તપાસની જાહેરાત કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં જ્યારે આ તપાસની માગણી કરવામાં આવી ત્યારે આદિત્ય ઠાકરે ગૃહમાં હાજર હતા. તેમણે બહાર આવીને પત્રકારોને કહ્યું હતું કે સત્તાધારી વિધાનસભ્યોમાં આક્ષેપ કરતી વખતે નામ લેવાની હિંમત નહોતી.

દિશા સાલિયાન કેસની એસઆઈટી દ્વારા તપાસ કરાશે: ફડણવીસ
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે વિધાનસભામાં કહ્યું હતું કે દિશા સાલિયનના મૃત્યુના કેસની તપાસ કરવા માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) ગઠિત કરવામાં આવશે.
ભાજપના વિધાનસભ્યોએ દિશા સાલિયાનના મૃત્યુની તપાસની માગણી કરી હતી.
આ કેસ અત્યારે મુંબઈ પોલીસ પાસે છે. જે લોકો પાસે પુરાવા હોય તે લોકોએ ઉપલબ્ધ કરાવવા અને આ કેસની તપાસ એસઆઈટીના માધ્યમથી કરવામાં આવશે, એમ ગૃહ પ્રધાન ફડણવીસે ગૃહમાં જણાવ્યું હતું. વિપક્ષી નેતા અજિત પવારે કહ્યું હતું કે આ મુદ્દાને રાજકીય દૃષ્ટિએ જોવાની આવશ્યકતા નથી. ફડણવીસે કહ્યું હતું કે કોઈને નિશાન બનાવ્યા વગર તપાસ નિષ્પક્ષ રીતે કરવામાં આવશે.
આ પહેલાં સત્તાધારી ગઠબંધનના વિધાનસભ્યોએ વિધાનસભા સંકુલમાં દેખાવો કર્યા હતા અને લોકસભામાં શિંદે જૂથના સંસદસભ્ય રાહુલ શેવાળે દ્વારા કરવામાં આવેલા દાવા કે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપુતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી દ્વારા એયુ સંક્ષિપ્ત નામ ધરાવતા વ્યક્તિને ફોન કરવામાં આવ્યો હતો. તેમણે આ પ્રકણની તપાસ કરવાની માગણી કરી હતી. એયુને કુલ ૪૪ ફોન કરવામાં આવ્યા હતા અને એયુ એટલે આદિત્ય ઠાકરે છે એવો દાવો કરતાં આ કેસની તપાસની માગણી કરવામાં આવી હતી.
વિધાનપરિસરમાં દેખાવો કરતાં તેમણે એવા સૂત્રોચ્ચાર કર્યા હતા કે ‘એયુ કૌન હૈ.’

રશ્મી શુક્લાના ફોન ટેપિંગ કેસના
મુદ્દે ધમાલ: વિપક્ષનો વોકઆઉટ
નાગપુર: આઈપીએસ ઓફિસર રશ્મી શુક્લાના કથિત ફોન ટેપિંગ કેસને મુદ્દે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષી સભ્યોએ વોકઆઉટ કર્યો હતો. તેમણે એવો આરોપ કર્યો હતો કે આ મુદ્દે ગૃહમાં ચર્ચા કરવાની તક આપવામાં આવતી નથી.
કૉંગ્રેસના સભ્ય નાના પટોલેએ આ મુદ્દો ઉપસ્થિત કર્યો હતો અને ચર્ચાની માગણી કરી હતી. અહીં નોંધનીય છે કે પુણેની કોર્ટે સ્થાનિક પોલીસને આ કેસની તપાસ કરવાની છૂટ આપી છે. રશ્મી શુક્લા સામે પુણે ઉપરાંત મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે ફોન ટેપિંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

એનસીપીના જયંત પાટીલ સસ્પેન્ડ
એનસીપીના સિનિયર નેતા જયંત પાટીલને મહારાષ્ટ્ર વિધાનસભામાંથી ગુરુવારે શિયાળુ સત્રના અંત સુધી સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હતા. તેમણે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર અંગે કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરી હતી. પાટીલે નાર્વેકર બાબતે કરેલી ટિપ્પણીને પગલે વિધાનસભામાં સત્તાધારી પક્ષે આક્રમક વલણ અપનાવ્યું હતું. સંસદીય બાબતોના પ્રધાન ચંદ્રકાંત પાટીલે જયંત પાટીલ સામે સસ્પેન્શનનો પ્રસ્તાવ માંડ્યો હતો. જયંત પાટીલ એનસીપીના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ પણ છે. તેમની સામેના સસ્પેન્શનના પ્રસ્તાવને મૌખિક મતદાન દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો. જયંત પાટીલ ત્રણ દાયકાથી વધુ સમયથી વિધાનસભાના સભ્ય છે. જયંત પાટીલે પોતાનો બચાવ કરતાં કહ્યું હતું કે હું કશું બોલ્યો નથી, મારું માઈક્રોફોન બંધ હતું, છતાં સત્તાધારી સભ્યોએ મારા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષી સભ્યોનો અવાજ દાબવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular