કૉમનવૅલ્થ ગૅમ્સ: ભારતની મહિલા હોકી ટીમનો સેમિફાઈનલમાં પ્રવેશ

સ્પોર્ટસ

બર્મિંગહામ: અહીં યોજાયેલ કૉમનવૅલ્થ ગૅમ્સમાં ભારતની મહિલા હોકી ટીમે બુધવારે કેનેડાને ૩-૨થી પરાજય આપી સેમિફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. કૉમનવૅલ્થ ગૅમ્સની સેમિફાનલમાં પ્રવેશ મેળવવા ક્વૉલિફાય થવા ભારતની ટીમ માટે નપુલ-એથની આ મૅચમાં વિજય મેળવવો જરૂરી હતો. બાવીસમી મિનિટ સુધી ભારતની ટીમે મૅચ પર પકડ જાળવી રાખી હતી અને તે ૨-૦થી આગળ હતી. ભારત વતી સલિમા ટેટેએ મૅચની ત્રીજી મિનિટે અને નવનિત કૌરે બાવીસમી મિનિટે ગોલ ફટકાર્યો હતો, પરંતુ ત્યાર બાદ કેનેડાની ટીમે રમતનું સુંદર પ્રદર્શન કરી મૅચની ૨૩મી અને ૩૯મી મિનિટે ગોલ ફટકારી સ્કૉર ૨-૨થી બરાબર કરી લીધો હતો. અગાઉ, ઈંગ્લૅન્ડની ટીમે ભારતને ૩-૧થી પરાજય આપી મંગળવારે જ સેમિફાઈનલમાં પ્રવેશ મેળવી લીધોે હતો. (એજન્સી) ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.