કોમનવેલ્થ ગેમ્સનો આજે બીજો દિવસ છે. ભારતના ખેલાડીઓ જોશમાં છે. આજે આપણી ઝોળીમાં એકાદ-બે મેડલ પણ આવી શકે છે. ભારતીય વેઇટલિફ્ટર સંકેતે શાનદાર પ્રદર્શન કરીને પુરુષોની 55 કિગ્રા વર્ગમાં આગેકૂચ કરી છે. જે મીરાબાઈ ચાનુ સહિત 3 વેઈટલિફ્ટર એક્શનમાં હશે. મીરાબાઈ ચાનુ ગત કોમનવેલ્થ ગેમ્સમાં જીતેલા પોતાના ગોલ્ડ મેડલનો બચાવ કરવા મેદાનમાં ઉતરશે. તે 55 કિગ્રા વર્ગમાં પોતાની ચેલેન્જ રજૂ કરશે. તે ઉપરાંત સી ઋષિકાંત સિંહ પુરુષોની 55 કિગ્રા વર્ગમાં મેડલ માટે લડશે.
કુશાગ્ર રાવતે કોમનવેલ્થ ગેમ્સના પહેલા દિવસે ભારત માટે સ્વિમિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે બીજા દિવસે બપોરે 3 વાગ્યાથી 200 મીટર ફ્રી સ્ટાઇલમાં પોતાનું કૌશલ્ય બતાવશે. જ્યારે બોક્સિંગમાં ભારતનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે.
બોક્સિંગની દૃષ્ટિએ ભારત માટે ગેમ્સનો બીજો દિવસ ખાસ છે. આજે ભારતના 12 બોક્સર રિંગમાં પ્રવેશ કરશે અને અભિયાનની શરૂઆત કરશે. આ ખેલાડીઓમાં ટોક્યો ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલ વિજેતા લોવલિના બોર્ગોહેન, વર્લ્ડ ચેમ્પિયન નીખત ઝરીન અને સ્ટાર બોક્સર અમિત પંખાલનો સમાવેશ થાય છે.
