Commonwealth Games 2022: ભારતને વેઇટલિફ્ટિંગમાં ત્રીજો સુવર્ણચંદ્રક મળ્યો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ સ્પોર્ટસ

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય વેઇટલિફ્ટરોએ તેમનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. દેશને આ ઈવેન્ટમાં કુલ છ મેડલ મળ્યા છે અને તમામ વેઈટલિફ્ટિંગમાં આવ્યા છે. પુરૂષોની 73 કિગ્રાની ફાઇનલમાં અચિંત શિયુલીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટમાં ભારતનો આ ત્રીજો ગોલ્ડ છે. ભારતીય રમતવીરોએ ત્રણ ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ જીતવાની સાથે હવે મેડલ સંખ્યા છ થઈ ગઈ છે.
20 વર્ષીય વેઇટલિફ્ટર અચિંત શિયુલીએ 73 કિગ્રા. વજન વર્ગમાં મેન્સ વેઇટલિફ્ટિંગ કેટેગરીમાં આ સુવર્ણપદક જીત્યો હતો. તેણે સ્નેચમાં રેકોર્ડ 143 કિલો વજન ઉપાડ્યું હતું. આ સાથે જ ક્લિન એન્ડ જર્કમાં તે 170 કિગ્રા ઉપાડવામાં સફળ રહ્યો હતો. આમ એકંદરે તેણે 313 કિગ્રા. વજન ઉઠાવીને સુવર્ણપદક કબજે કરી લીધો હતો.
કોમનવેલ્થ ગેમ્સના ત્રીજા દિવસે અન્ય ગેમ્સમાં પણ ભારતે ઉજળો દેખાવ કર્યો હતો. ભારતીય મહિલા T20 ટીમે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે સનસનાટીભરી જીત મેળવી હતી. બોક્સિંગમાં નિખત ઝરીન મહિલાઓની 48 કિગ્રા-50 કિગ્રા (લાઇટ ફ્લાય) કેટેગરીમાં ક્વાર્ટર ફાઇનલમાં ક્વોલિફાય થઈ હતી. ભારતની પુરૂષ ટેબલ ટેનિસ ટીમ બાંગ્લાદેશને 3-0થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશી છે. લૉન બાઉલ્સમાં દિનેશ કુમાર અને સુનીલ બહાદુરની ભારતીય પુરુષ જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. સ્ક્વોશમાં ભારતની જોશના ચિનપ્પાએ મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હોકીમાં ભારતીય પુરૂષ હોકી ટીમે હરમનપ્રીત સિંઘની હેટ્રિકના કારણે ગ્રુપ B પૂલ મેચની તેમની પ્રથમ મેચમાં ઘાનાને 11-0થી હરાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.