કોમનવેલ્થ ગેમ્સ 2022નું શાનદાર સમાપન, ભારતના મેડલિસ્ટોની યાદી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કોમનવેલ્થ ગેમ્સના અંતિમ દિવસે ભારતે બેડમિંટનમાં ગોલ્ડન હેટ્રિક અને ટેબલ ટેનિસમાં બે ગોલ્ડ તેમજ મેન્સ હોકીમાં સિલ્વર મેડલ સાથે શાનદાર પ્રદર્શન નોંધાવ્યું હતું.
બર્મિંગહમ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 61 મેડલ સાથે ચોથા ક્રમે રહ્યું હતું. પ્રથમ ક્રમે 178 મેડલ સાથે ઑસ્ટ્રેલિયા, 176 મેડલ સાથે ઇંગ્લેન્ડ બીજા ક્રમે અને 92 મેડલ સાથે કેનેડા ત્રીજા ક્રમે રહ્યું હતું.
સુવર્ણચંદ્રક વિજેતાઓ
મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા શ્યુલી, વિમેન્સ લૉન બોલ ટીમ, ટીટી મેન્સ ટીમ, સુધીર, બજરંગ પુનિયા, સાક્ષી મલિક, દીપક પુનિયા, રવિ દહિયા, વિનેશ, નવીન, ભાવિના, નીતુ, અમિત પૌલ, એલ્ડહસ પૉલ , નિખત ઝરીન, શરત-શ્રીજા, પીવી સિંધુ, લક્ષ્ય સેન, સાત્વિક-ચિરાગ, શરથ
રજતચંદ્રક વિજેતાઓ
સંકેત સરગર, બિંદિયારાની દેવી, સુશીલા દેવી, વિકાસ ઠાકુર, ભારતીય બેડમિંટન ટીમ, તૂલિકા માન, મુરલી શ્રીશંકર, અંશુ મલિક, પ્રિયંકા, અવિનાશ સાબલે, પુરૂષ લૉનબોલ ટીમ, અબ્દુલ્લા અબોબૈકર, શરથ-શાથિયાન, સાગર, મહિલા ક્રિકેટ ટીમ, પુરૂષ હૉકી ટીમ
કાસ્યચંદ્રક વિજેતાઓ
ગુરુરાજા, વિજયકુમાર યાદવ, હરજિંદર કૌર, લવપ્રીત સિંહ, સૌરવ ઘોષાલ, ગુરદીપ સિંહ, તેજસ્વિન શંકર, દિવ્યા કાકરન, મોહિત ગ્રેવાલ, જૈસ્મિન, પૂજા ગહલોત, પૂજા સિહાગ, મોહમ્મદ હુસામુદ્દીન, દીપક નેહરા, રોહિત ટોકસ, મહિલા હોકી ટીમ, સંદીપ કુમાર, અન્નુ રાની, સૌરવ-દીપિકા, કિદાંબી શ્રીકાંત, ત્રિષા-ગાયત્રી, સાથિયાન
હજારો એથ્લેટ્સના 11 દિવસના શાનદાર પ્રદર્શન બાદ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સનું સમાપન થયું હતું. હવે 2026માં ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં આ ગેમ્સ રમાશે. સમાપન સમારોહમાં અચંતા શરથ કમલ અને નિખત ઝરીન ભારતના ધ્વજધારક હતા. એ સમયે બેન્ડનું પણ શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.