કોમનવેલ્થ ગેમ્સ: બર્મિંગહામ 2022 માટે 147 એથ્લેટ્સ ક્વોલિફાય થયા

સ્પોર્ટસ

ભારત 28 જુલાઈથી બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભાગ લેવા માટે તૈયાર છે. ભારતીય એથ્લેટો કોમનવેલ્થ ગેમ્સમાં 20 રમતોમાંથી નવમાં ભાગ લેશે. ટોક્યો ઓલિમ્પિક્સ 2020 મેડલ વિજેતા નીરજ ચોપરા, પીવી સિંધુ, મીરાબાઈ ચાનુ, લોવલિના બોર્ગોહેન અને પુરૂષ હોકી ટીમ સહિત કુલ 147 એથ્લેટ્સ મેગા સ્પોર્ટિંગ ઈવેન્ટ માટે ક્વોલિફાય થયા છે.
આ ઇવેન્ટમાં ક્રિકેટની શરૂઆત થશે અને તે T20 ફોર્મેટમાં રમાશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ICC રેન્કિંગના આધારે ક્વોલિફાય થઈ ગઈ છે અને ગ્રુપ Aમાં પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને બાર્બાડોસ સામે ટકરાવાની તૈયારીમાં છે. આ ઉપરાંત ભારતના ખેલાડીઓ બેડમિન્ટન, બોક્સિંગ, એથ્લેટિક્સ, કુસ્તી, વેઈટલિફ્ટિંગ, હોકી, ટ્રાયથલોન અને ટેબલ ટેનિસ માટે પણ તૈયાર છે.
એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે 37 સભ્યોની ભારતીય એથ્લેટિક્સ ટીમ, 12 સભ્યોની ભારતીય વેઇટલિફ્ટિંગ ટીમ, 10 સભ્યોની ભારતીય બેડમિન્ટન ટીમ, 8-સભ્યોની ભારતીય પુરૂષ બોક્સિંગ ટીમ અને 4-સભ્ય ભારતીય મહિલા બોક્સિંગ ટીમ, પુરુષ અને મહિલા હોકી ટીમ, મહિલા ક્રિકેટ ટીમ અને મહિલા તથઆ પુરૂષ રેસલિંગ ટીમની જાહેરાત કરી દીધી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.