મુખ્યપ્રધાન બનતા જ એકશનમાં એકનાથ શિંદે! સીએમના રૂટ પર નહીં હોય વિશેષ પ્રોટોકોલ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ આજે શુક્રવારે પોલીસ અધિકારીઓને એક મોટો નિર્દેશ આપતા કહ્યું હતું કે મુખ્યપ્રધાનના કાફલા અથવા તેમના આવવા જવાના રૂટ પર કોઇ વિશેષ પ્રોટોકોલની જરૂર નથી. આ અંગેની જાણકારી રાજ્યના મુખ્યપ્રધાન કાર્યાલય (સીએમઓ)એ આપી છે.

આ મામલે મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ ડિરેકટર જનરલ ઓફ પોલીસ રજનીશ શેઠ અને પોલીસ કમિશ્નર વિવેક ફનસાલકર સાથે ચર્ચા કરી હતી. એ પછી એમણે આદેશ આપ્યો હતો કે મુખ્યપ્રધાનના રૂટ પર વીઆઇપી જેવી કોઇ વસ્તુ નહીં હોય. સીએમના રૂટ પર કોઇપણ ગાડીઓ વધુ સમય સુધી રોકવામાં આવશે નહીં અને રસ્તા પર સુરક્ષાબળ પણ ઓછુ જ રાખવામાં આવશે.

મુખ્યપ્રધાને કહ્યું છે કે કાફલાને કારણે ટ્રાફિક રોકવાથી લોકોની ઘણી સમસ્યા થાય છે. એમને મહત્વપૂર્ણ કામમાં મોડુ થાય છે. એમ્બ્યુલન્સ ફસાઇ જતી હોવાથી દર્દીના જીવને જોખમ થઇ શકે છે. આ સામાન્ય લોકોની સરકાર છે, જેમાં સામાન્ય નાગરિકોને વીઆઇપીથી વધુ પ્રાથિમકતા આપવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.