કમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર અને જેટ ફ્યુઅલના ભાવમાં ઘટાડો, જાણો નવી કિંમત

ટૉપ ન્યૂઝ

મોઘવારીના માર વચ્ચે રાહતના સામચાર છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફરી ઘટાડો કરવામાં આવ્યો છે. કમર્શિયલ ગેસ સિલિન્ડર 36 રૂપિયા સસ્તો થયો છે. રાજધાની દિલ્હીમાં તેની કિંમત ઘટીને 1976 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા 2012.50 રૂપિયા હતી. જોકે 14 કિલોના ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
કોમર્શિયલ એલપીજી સિલીન્ડરના ભાવમાં સતત ચોથી વાર ઘટાડો કરવામાં આવ્યો છે. જુલાઈ મહિનામાં જ તેની કિંમતમાં બે વખત ઘટાડો કરવામાં આવ્યો હતો. 19 મેના રોજ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 2354 રૂપિયા હતી. 1 જૂને તેની કિંમતમાં 135 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ કિંમત ઘટીને 2219 રૂપિયા થઈ હતી. 1 જુલાઈએ કિંમતમાં ફરીથી 198 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને તેથી કિંમત 2021 રૂપિયા કરવામાં આવી હતી. 6 જુલાઈના રોજ કિંમતમાં 8.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને તે ઘટીને 2012.50 રૂપિયા થયો હતો. હવે 36 રૂપિયાના ઘટાડા સાથે ભાવ 1976 રૂપિયા થશે.
14.2 કિલોના ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેની કિંમત દિલ્હીમા 1053 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે. મુંબઈની કિંમત 1052.50 રૂપિયા છે. કોલકાતાની કિંમત 1079 રૂપિયા છે, ચેન્નાઈની કિંમત 1068.50 રૂપિયા અને અમદાવાદમાં 1002.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે.
કોમર્શિયલ એલપીજી ગેસ ઉપરાંત જેટ ફ્યુઅલના દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. તેમાં 12 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર દિલ્હીમાં જેટ ઈંધણની કિંમત 121915.57 રૂપિયા પ્રતિ કિલોલીટર છે. કોલકાતાની કિંમત 128425.21 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈની કિંમત 120875.86 રૂપિયા પ્રતિ લિટર અને ચેન્નાઈની કિંમત 126516.29 રૂપિયા પ્રતિ લિટર છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડાને કારણે જેટ ઈંધણની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.