આ જાણીતા કોમેડિયનને આવ્યો હાર્ટ એટેક, દિલ્હી એઇમ્સમાં દાખલ

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

જાણીતા કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તેમની તબિયત એકાએક બગડવાથી દિલ્હીની સરકારી હૉસ્પિટલ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને હાર્ટ એટેક આવવાની વાત કહેવામાં આવી રહી છે. રાજુ શ્રીવાસ્તવના ચાહકોને આ સમાચાર સાંભળીને મોટો આંચકો લાગ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ રાજુ શ્રીવાસ્તવ હોટલના જીમમાં વર્કઆઉટ કરતા હતા ત્યારે કસરત કરતી વખતે તેઓ ટ્રેડમિલ પર પડી ગયા હતા. આ પછી રાજુ શ્રીવાસ્તવને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જાણવા મળ્યા મુજબ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. હાસ્ય કલાકાર વિશેના આ દુ:ખદ સમાચારથી ચાહકો આઘાત પામ્યા છે. રાજુ શ્રીવાસ્તવ ઝડપથી સાજા થાય તે માટે ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે. તેઓ ઉત્તર પ્રદેશ ફિલ્મ ડેવલપમેન્ટ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે સેવા આપે છે.
રાજુ શ્રીવાસ્તવ 1 ઓગસ્ટે દિલ્હી આવ્યા હતા. 29 જુલાઈએ તેઓ મુંબઈથી ઉદયપુર ગયા હતા. 30 તારીખે તેમણે ત્યાં એક શો કર્યો હતો. પછી 1 ઓગસ્ટે દિલ્હી રવાના થઈ ગયા હતા. દિલ્હીમાં રાજુના બે ભાઈ રહે છે. રાજુ ભાઈઓ અને મિત્રોને મળવા માટે દિલ્હી રોકાયા હતા.
રાજુ શ્રીવાસ્તવને કોમેડીનો બાદશાહ માનવામાં આવે છે. તેણે ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે. વર્ષોથી રાજુ શ્રીવાસ્તવ પોતાની કોમેડીથી લોકોને હસાવી રહ્યા છે. રાજુ શ્રીવાસ્તવ બાળપણથી જ કોમેડિયન બનવા માંગતા હતા અને તેમણે પોતાનું સપનું પૂરું કર્યું હતું. રાજુએ પોતાની કારકિર્દીની શરૂઆત સ્ટેજ શોથી કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.